Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હવે આ યાત્રા માટે ભારતીય નાગરિકોએ ઓછામાં ઓછા 1.85 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે,વિગતવાર જાણો

  • May 11, 2023 

ભારતીય યાત્રાળુઓને કૈલાસ માન સરોવર માટે આકરા નિયમોનો સામનો કરવો પડશે. હવે આ યાત્રા માટે ભારતીય નાગરિકોએ મુસાફરી માટે ઓછામાં ઓછા 1.85 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે.આ યાત્રા માટે યાત્રાળુઓએ વિઝા લેવા માટે વ્યક્તિગત રીતે હાજર રહેવુ પડશે. આ ઉપરાંત યોત્રિકોની ઓનલાઈન વિઝા અરજી સ્વિકારવામાં નહીં આવે તો ચીનના દૂતાવાસ જઈ વિઝા લેવા પડશે. જો યાત્રિકો તેની મદદ માટે નેપાળથી કોઈ કાર્યકર અથવા મદદગાર રાખશે તો 300 ડોલર એટલે કે 24 હજાર રૂપિયા વધારાની ફી ચૂકવવી પડશે. આ ફીને 'ગ્રાસ ડેમેજિંગ ફી' કહેવામાં આવે છે.


ચીનની દલીલ છે કે પ્રવાસ દરમિયાન કૈલાશ પર્વતની આસપાસના ઘાસને નુકસાન થાય છે જે પ્રવાસી પાસેથી ભરપાઈ કરવામાં આવશે.વિઝા મેળવવા માટે યાત્રાળુઓએ શારીરિક રીતે હાજર રહેવું પડશે. યાત્રા માટે કાઠમંડુ અથવા અન્ય આધાર શિબિરમાં બાયોમેટ્રિક ઓળખ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. હવે વિઝા મેળવવા માટે ઓછામાં ઓછા 5 લોકોનું ગ્રુપ હોવું જરૂરી છે. તેમાંથી ચાર લોકોએ ફરજિયાતપણે વિઝા માટે જાતે પહોંચવું પડશે. એક કાર્યકરને તમારી સાથે રાખવા માટે 15 દિવસ માટે 13 હજાર મુસાફરીની ફી પણ લેવામાં આવશે.


અગાઉ તે માત્ર 4,200 રુપિયા હતી. આ પ્રવાસનું સંચાલન કરતી નેપાળી કંપનીઓએ ચીનની સરકાર પાસે 60 હજાર ડોલર જમા કરાવવાના રહેશે. આ સાથે સમસ્યા એ છે કે નેપાળી ટ્રાવેલ એજન્સીઓને વિદેશી બેંકોમાં પૈસા જમા કરાવવાની મંજૂરી નથી. આવી સ્થિતિમાં આ ફી કેવી રીતે ટ્રાન્સફર કરવામાં આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.કૈલાસ માનસરોવર યાત્રા 3 અલગ-અલગ હાઈવેથી કરવામાં આવે છે. પ્રથમ- લિપુલેખ પાસ, બીજો- નાથુ પાસ અને ત્રીજો- કાઠમંડુ પાસે કરવામાં આવે છે. આ ત્રણ રૂટ ઓછામાં ઓછા 14 અને વધુમાં વધુ 21 દિવસનો લાગે છે. વર્ષ 2019માં 31 હજાર જેટલા ભારતીયો આ યાત્રા પર ગયા હતા. આ યાત્રા વર્ષ 2019થી બંધ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application