આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા સીટના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવવાની મુશ્કેલીઓ વધી છે. સેસન્સ કોર્ટે ચૈતર વસાવાની જામીન અરજીમાં નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરત મૂકી છે. આ શરત હટાવવા સ્થાનિક કોર્ટ ઇન્કાર કરતા હવે ચૈતર વસાવા હાઇકોર્ટના દરવાજા ખટખટાવવા તૈયારી કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારે તેમના મતક્ષેત્રના હજારો મતદારો સુધી પહોંચવા સમર્થકોનો સહારો લેવો પડશે. નર્મદા જિલ્લામાં પ્રચાર માટે જવા માટે કોર્ટની મંજૂરી જરૂરી છે ત્યારે શરત રદ કરવા ચૈતર હાઇકોર્ટ સુધી પહોંચવા અને રાહત મેળવવા તૈયારી કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application