Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા જીલ્લામાંથી ગોધરાની કુખ્યાત તાડપત્રી ગેંગ ઝડપાઈ, પકડાયેલાઓમાં ગોધરા રમખાણોના કેસનો આરોપી

  • January 30, 2023 

રાજ્યના નર્મદા જીલ્લામાં આવેલા આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારના ખામર ટી પોઇન્ટ પાસે આવેલ એગ્રો બિઝનેસ સેન્ટરના ગોડાઉનમાં થયેલ ચોરીમાં ગોધરાની કુખ્યાત તાડપત્રી ગેંગને નર્મદા એલસીબી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. જ્યાં આ સમગ્ર મામલે પોલીસે ગેંગના મુખ્ય ૪ આરોપીને ઝડપી પાડી ગુજરાત તથા મહારાષ્ટ્ર તથા રાજસ્થાનનાં મળી એમ અન્ય ૯ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્વામાં સફળતા હાથ લાગી છે.





જ્યાં મહત્વનું છેકે આહી પકડાયેલા ચાર આરોપીમાં ગોધરા રમખાણોના કેસમાંસંડોવાયેલ આજીવન કેદની સજા ભોગવતો કુખ્યાત ગુનેગાર પણ ઝડપાયો છે આ અંગે પોલીસ અધિક્ષક નર્મદા પ્રશાંત સુમ્બે દ્વારા ડિટેક્શન અંગેની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બેએ પત્રકારોને વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે નાંદોદ તાલુકાના ખામર ગામે એગ્રી બિઝનેશ સેન્ટર નામની દુકાનના તાળા ઠંડીની રાત્રે તૂટતા જેમાં દવા છાંટવાનો બેટરીવાળો પંપ, બોટ મશીન તથા જુદી જુદીજંતુનાશક દવા, આઇશર ટેમ્પા-૧ મળી કુલ કિ.રૂ. ૧૧લાખ ૧૫ હજાર ૬૫૭નો મુદ્દામાલ કબજે કર્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News