Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમેદવારી ફોર્મ ભરવા આવતી વખતે વાહનો તથા વ્યક્તિઓની સંખ્યા પર નિયમન અંગે જાહેરનામુ

  • November 12, 2022 

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે અને તે મુજબ આગામી વિધાનસભાની સામાન્ય ચુંટણી-2022 અગામી તા.01-12-2022 અને તા.05-12-2022ના રોજ થનાર છે તે મુજબ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન આદર્શ આચાર સંહિતાનો અમલ કરવા અંગે ઉમેદવારી પત્રો ભરવા માટે ઉમેદવારો તથા તેમના સમર્થકોને સંબંધિત ચુંટણી અધિકારીઓ તથા મદદનીશ ચુંટણી અધિકારીઓની કચેરીમાં જવાનું થશે.


જે અંગે તા.૦૫/૧૧/૨૦૨૨થી ઉમેદવારી પત્ર ભ૨વા માટે આવતા તથા ચૂંટણી પ્રમાણપત્ર લેવા માટે આવતા લોકો તથા તેમના વાહનો ૫ર પ્રતિબંધ મૂકવો જરૂરી જણાય છે. આથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જે.વલવી, તાપી-વ્યારા દ્વારા ફોજદારી કાર્યરીતિ અિધિનયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ તાપી જિલ્લાના સમગ્ર વિસ્તા૨માં કોઇ પણ ઉમેદવાર તેમના ઉમેદવારી પત્રો ભરવા માટે સબંધિત ચૂંટણી અધિકારીશ્રી અથવા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં જાય ત્યારે તેમની કચેરીના ૧૦૦ મીટ૨ના આસપાસના વિસ્તારમાં ત્રણ વાહનથી વધુ વાહનો સાથે જઈ શકશે નહી.

તેમજ સબંધિત ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર તથા તેમના વધુમાં વધુ ચા૨ સમર્થકો મળી કુલ-૫(પાંચ) વ્યકિતઓથી વધુ વ્યકિતઓ સબંધિત અધિકારીની ચેમ્બરમાં જઈ શકશે નહી. વિજેતા ઉમેદવાર ચૂંટણી પ્રમાણપત્ર લેવા આવે ત્યારે પણ આ સુચના લાગુ પડશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન ક૨ના૨ વ્યક્તિ ભા૨તીય દંડ સંહિતા કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું આગામી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application