Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારીમાં હોટલ, ગેસ્ટહાઉસ, રીસોર્ટ તેમજ અન્ય સ્થળોએ ભાડે રહેનારના ઓળખ પુરાવા અંગે જાહેરનામું

  • October 21, 2022 

નવસારી જિલ્લામાં બહારના જિલ્લા, રાજયો અને વિદેશમાંથી મોટા પ્રમાણમાં મુસાફરો આવે ત્યારે સ્થાનિક ધર્મશાળા, સમાજવાડી, હોટલ, ગેસ્ટ હાઉસ, રીસોર્ટ, ફાર્મહાઉસ, મુસાફરખાના, કલબ હાઉસ તથા અન્ય સ્થળોએથી ભાડેથી રૂમ રાખી રહેતા હોય છે. આ મુસાફરોની સાથે દેશ વિરોધી અને અસામાજીક તત્વો પણ જિલ્લામાં આવી જાય અને દેશવિરોધી ભાંગફોડીયા પ્રવૃત્તિ કરે તેવી શકયતા રહેલી છે.




આ પ્રકારની વોચ માટે ટેકનોલોજીના ઉપયોગી હોટલ માલિકો અને પોલીસને સુવિધા રહે અને દૈનિક ધોરણે માહિતી ઓનલાઇન મળી રહે તે હેતુથી એપ PATHIK ગુજરાત પોલીસ ઘ્વારા બહાર પાડવામાં આવી છે. આ PATHIK એપમાં દૈનિક ધોરણે દરેક સ્થાનિક ધર્મશાળા, સમાજવાડી, હોટલ,  ગેસ્ટ હાઉસ, રીસોર્ટ, ફાર્મહાઉસ, મુસાફરખાના, કલબ હાઉસના સંચાલક/માલિક/ભાગીદાર/જવાબદારોએ એન્ટ્રી  કરવાની રહેશે.




નવસારી જિલ્લામાં અન્ય જિલ્લાઓ, રાજય તથા વિદેશમાંથી આવતા આવા દેશ વિરોધી અને અસામાજીક તત્વો હોટલ/ ગેસ્ટહાઉસ/ રિસોર્ટ/ ધર્મશાળા/ ધાબા/ કલબહાઉસ/ મુસાફરખાના/ધાર્મિક સ્થળે રૂમ ભાડે રાખીને રહે તેવી સંભાવનાઓ હોય અને સ્થાનિક વિસ્તાર હોટલ, /જગ્યા/સ્થળો/ વગેરેનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઇ ત્રાસવાદી પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે.




જેને અનુલક્ષીને નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી. જોષીએ મળેલી સત્તાની રૂએ સમગ્ર જિલ્લાની હોટલ/ ગેસ્ટહાઉસ/ રિસોર્ટ/ ધર્મશાળા/ ધાબા/ કલબ હાઉસ/ મુસાફરખાના/ ધાર્મિક સ્થળના માલિકે ગ્રાહકના રજીસ્ટર ઍન્ટ્રી કરવા માટે રીસેપ્શન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેકટીવીટી સાથેનું એક કોમ્પ્યુટર રાખવા તેમજ મેન્યુઅલ રજીસ્ટરમાં થતી તમામ એન્ટ્રીઓ PATHIK એપમાં ઓનલાઇન કરવા હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમ તાત્કાલિક અસરથી આગામી તા.૧૬/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૧૩૫ હેઠળ  સજાને પાત્ર થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application