ભરૂચ તાલુકામાં ચાલતા મધ્યાહન ભોજન યોજના હેઠળના કેન્દ્રોમાં વર્ષ ૨૦૨૨-૨૩માં ખાલી પડેલ સંચાલકની જગ્યાઓ માટે આગામી શૈક્ષણિક સત્ર માટે સંચાલકની જગ્યાભરવા માટે તો ૧૦ જૂન ૨૦૨૨થી તા.૨૦ જૂન ૨૦૨૨ દરમ્યાન જાહેર રજાના દિવસો સિવાય કચેરીમાંથી નિયત નમૂનાનું ફોર્મ મેળવી સવારના ૧૧:૦૦ કલાકથી સાંજના ૬:૦૦ કલાક દરમ્યાન અરજી કરવા અંગેનું મામલતદાર ભરૂચ તરફથી જણાવવામાં આવ્યું છે.
જેમાં શરતો મુજબ (૧) અરજદારની ઉંમર ૨૦ થી ૫૦ વર્ષ સુધીની હોવગી જોઇએ (૨) શૈક્ષણિક લાયકાત એસ. એસ.સી પાસ તેમજ માસિક રૂ.૧૬૦૦/-માનદવેતન અપવામાં આવશે. આ ઉપરાંત અરજી સાથે સ્કુલ એલ સી, એસ. એસ.સી પાસ અંગેનું સર્ટિફીકેટ તથા આઈ ડી પ્રુફ આધાર કાર્ડ, પંચાયતનો દાખલો ખરી નકલમાં, સારી ચાલચલગત અંગેનો દાખલો રજૂ કરવાનો રહેશે. આ ઉપરાંત જે તે ગામનાં સ્થાનિક વ્યક્તિઓએ જ અરજી કરવા અંગે જાહેરનામામાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application