Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ ભીંતબુદ્રક એપ્રોચ રોડને ડાયવર્ટ કરી વૈકલ્પિક માર્ગના ઉપયોગ અંગે જાહેરનામું

  • July 06, 2024 

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર. આર. બારડે જાહેરનામુ પ્રસિદ્ધ કરીને ઉચ્છલ ભીંતબુદ્રક એપ્રોચ રોડને ડાયવર્ટ કરી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જણાવ્યું છે. નિઝર તાલુકા ખાતે લોકલ ખાડી પરના હયાત કોઝવેના સ્થાને "માઇનોર બ્રિજ” બનાવવાનું કામ પ્રગતિ હેઠળ હોઇ, ચોમાસાની સીઝનમાં ખાડીમાં પૂરનુ પાણી મોટા પ્રમાણમાં આવતુ હોય, તેવા સંજોગોમાં હાલનુ કામચલાઉ ડાયવર્ઝન ચોમાસા દરમિયાન ઉપયોગમાં લઇ શકાય તેમ ન હોવાથી આ રસ્તાનો ડાયવર્ઝન આપી વાહન વ્યવહાર બંધ કરી ટ્રાફિકને તાપી જિલ્લા મુખ્ય મથક તથા તાલુકા મથક ઉચ્છલ જવા માટે વૈકલ્પિક રસ્તા તરીકે ભીંતબુદ્રક એપ્રોચ રોડનો ઉપયોગ કરી શકાશે.આ જાહેરનામું તા.૦૧.૦૮.૨૦૨૪ સુધી અમલમાં રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application