તાપીના ઉચ્છલ તાલુકાના ભીંતબુદ્રક એપ્રોચ રોડને બંધ કરી નાગરિકોના અવર જવર તેમજ વાહન વ્યવહાર માટે રોડને ડાયવર્ટ કરી એક વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જે.વલવીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ રોડ બંધ હોવાથી લોકોને મુશ્કેલી ન પડે તથા જાહેર જનતાની સલામતી જળવાઇ રહે તે માટે લોકહિતમાં ઉચ્છલ આવવા-જવ માટે ટ્રાફીક ડાયવર્ઝનના વિકલ્પ તરીકે ભીંતખુર્દ એપ્રોચ રોડ જોઇનિંગ એસ.એચ. ઉચ્છલ-નિઝર રોડ અને ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઈ-વે રોડનો ઉપયોગ કરી શકાશે. આ જાહેરનામું તા.૧૭/૦૯/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application