લોકસભા સમાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે ૨૩ બારડોલી સંસદીય મતવિસ્તારની મતગણતરી આગામી તા.૦૪ જૂન, ૨૦૨૪ ના રોજ સોનગઢ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ ખાતે થનાર છે. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ, સોનગઢથી આહવા તરફ જતા રોડ ઉપર દશેરા કોલોની ખાતે રાજય ધોરીમાર્ગ નં.૧૭૩ ઉપર આવેલ છે. જે રોડ ઉપર સોનગઢથી આહવા તથા મલંગદેવ ઓટા વિસ્તારના નાના-મોટા ગામડામાં જવા આવવાનો મુખ્ય માર્ગ છે અને જે માર્ગથી ભારે વાહનોની અવર-જવર રહેવા પામે છે, જે રસ્તાને અડીને આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, સોનગઢ આવેલ છે.
લોકસભાની ૨૩-બારડોલી (અ.જ.જા.) સંસદીય મતવિસ્તારના સમાવિષ્ટ સાતેય વિધાનસભા મતવિસ્તારમાંથી ઘણી મોટી સંખ્યામાં જન મેદની વાહનો સાથે આવવાની શકયતા રહેલ છે. જેથી રોડ ઉપર ઘણું ટ્રાફિક રહેવા પામે છે. મતગણતરી સ્થળ તથા સોનગઢ-આહવા રોડ ઉપરનું હાલનું ટ્રાફિક જોતાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને તથા ટ્રાફિક નિયમનને ધ્યાને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.આર.બોરડે સોનગઢ ઓટા ચાર રસ્તાથી (આહવા રોડ) રાણીઆંબા ગામ તથા રેલવે ફાટક તરફથી આવતા-જતા રસ્તાને પ્રતિબંધિત રૂટ તરીકે જાહેર કરીને ચાંપાવાડી ચાર રસ્તાથી રાણીઆંબા થઈ રેલ્વે ગરનાળા નીચેથી રેલ્વે સ્ટેશન રોડથી સોનગઢ જે.કે.ગેટ (સુરત-ધુલીયા હાઈ-વે) આવતા-જતા રસ્તાને વૈકલ્પિક રૂટ તરીકે નક્કી કર્યો છે. જેનો અમલ તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ ૦૫.૦૦ કલાકથી ૨૪.૦૦ કલાક સુધી કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500