Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત પોલિસ કમિશનરનું જાહેરનામું : રાત્રીના ૧૦.૦૦ થી સવારના ૬:૦૦ સુધી હરવા ફરવા પર પ્રતિબંધ

  • March 17, 2021 

સુરત શહેરમાં કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ તેમજ રાજય સરકારના દિશા-નિર્દેશો અનુસાર શહેરના પોલીસ કમિશનરશ્રી અજય તોમરે એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. જાહેરનામા અનુસાર તા.૧૭/૩/૨૦૨૧ થી તા.૩૧/૦૩/૨૦૨૧ દરમિયાન  રાત્રીના ૧૦.૦૦ થી સવારે ૬:૦૦ વાગ્યા સુધી શહેર કમિશનરેટ વિસ્તારના રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવા, કોઇ પણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ,  રાજમાર્ગો,  શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ઉભા રહેવું નહીં અથવા પગપાળા કે વાહનો મારફતે હરવા ફરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ નિયમો કેટલીક સેવાઓ સાથે સંકળાયેલ વ્યક્તિઓ /સંસ્થાઓને હુકમ પાલનમાંથી મુકિત આપવામાં આવી છે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશેઃ

 

 

 

 

તેવી રીતે પોલિસ કમિશનરની હદવિસ્તાર સિવાયના સુરત મ્યુનિસીપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ વિસ્તારો માટે જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલે એક જાહેરનામાં દ્વારા તા.૩૧/૩/૨૦૨૧ સુધી રાત્રીના ૧૦:૦૦ થી સવારે ૬:૦૦ વાગ્યા દરમિયાન રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવું નહી. તેમજ કોઇપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ઉભા રહેવું અથવા પગપાળા કે વાહને મારફતે હરવું-ફરવું પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અપવાદ તરીકે નિયત કરેલ સંસ્થા/વ્યકિતઓને મુકિત આપવામાં આવી છે.  હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application