Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ફાયર સેફ્ટીની સુવિદ્યા ઉભી ન કરનાર ૧૭૫ ખાનગી સ્કુલોને નોટીશ ફટકારવામાં આવી

  • October 13, 2021 

તક્ષશીલા અગ્નિકાંડની દુર્ઘટના બાદ ફાયર સેફ્ટી મામલે સ્થાનિક તંત્ર તેમજ રાજય સરકાર ખુબજ ગંભીર બન્યુ છે. અને રાજયમાં આવેલ તમામ સ્કુલ, ટ્યુશન કલાસીસ, માર્કેટ, હોસ્પિટલ તેમજ કોમર્શોયલ કોમપ્લેક્ષ તેમજ હાઈરાઈઝ્સ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીની સુવિદ્યા મામલે કાર્યવાહી શરુ કરી હતી. તંત્ર દ્વારા અવાર નવાર નોટિશો આપવા છતાંયે ફાયર સેફ્ટીની સુવિદ્યા ઉભી કરવામાં આનાકાની કરનાર સંચાલકોના ઍકમનો સીલ પણ મારવા સુધીની કાર્યવાહી થઈ છે. ત્યારે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા અગાઉ જિલ્લાના સ્કુલોના સંચાલકોને ફાયર સેફ્ટી મામલે લેખિત પરિપત્ર દ્વારા સુચના આપવામાં આવ્યા બાદ પણ ૧૭૫ જેટલી ખાનગી સ્કુલોના સંચાલકોએ ફાયર સેફ્ટીની સુ્વિદ્યા ઉભી ન કરી તેની એન.ઓ.સી જમા નહી કરાવતા આખરે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા લાલ આંખ કરી તમામ ૧૭૫ સ્કુલના સંચાલકોને કારણ દર્શન નોટિશ ફટકારી છે. અને તાકિદે ફાયર સેફ્ટી ઉભી કરવા ફરમાન કયું છે તેમજ ફાયર સેફ્ટીની સુવિદ્યા ઉભી નહી કરનાર સ્કુલના સંચાલકો સામે કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી છે.

 

 

 

 

 

ફાયર સેફ્ટી સર્ટીફિકેટ, સેલ્ફ સર્ટીફિકેટ ધરાવતી શાળાઓની માહિતી મંગાવામાં આવી હતી. 

સુત્રો પાસેથી મળતી વિગત મુજબ હાઈકોર્ટ દ્વારા દાખલ થયેલ પીઆઈએલ- ૧૧૮-૨૦૨૦ અંતર્ગત શૈક્ષણિક સંસ્થા ૯ મીટર કે તેથી વધુ ઉંચાઈ ધરાવતી હોય તેમજ બેઝમેન્ટ હોય અને તેનું ક્ષેત્રફળ ૨૦૦ ચો.મીથી વધુ હોય તેવા કિસ્સામાં જ ફાયર અધિકારી પાસેથી નિયમોનુસાર ફાયર સેફ્ટી સર્ટીફિકેટ મેળવવાનું રહેશે, જે શૈક્ષણિક સંસ્થા ૯ મીટરથી ઓછી હોય તેવી સંસ્થાના સંચાલકે ફાયર સેફ્ટી અંગેની જરૂરી વ્યવસ્થા શૈક્ષણકિ સંસ્થા દ્વારા કરી છે જે મતલબનું સેલ્ફ સર્ટીફિકેશન કરી મંજુરી આપનાર ઓથોરીટીને મોકલી આપવાનું રહેશે. તમામ શાળાઓમાં બી.યુ પરમીશન તથા ફાયર એન.ઓ.સી લેવી ફરજીયાત છે જે જાહેર હિતની અરજી મુજબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી હસ્તકની તમામ ખાનગી પ્રાથિમક શાળાએ ફાયર સેફ્ટી સર્ટીફિકેટ, સેલ્ફ સર્ટીફિકેટ લેવુ જરૂરી છે. જે અંતર્ગત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસેથી તમામ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાખા પાસે ફાયર સેફ્ટી સર્ટીફિકેટ, સેલ્ફ સર્ટીફિકેટ ધરાવતી શાળાઓની માહિતી મંગાવામાં આવી હતી.

 

 

 

 

 

ફાયર સેફ્ટી ઉભી નહી કરનાર સ્કલો સામે કાનુની કાર્યવાહી કરવાની ચીમકી 

જેમાં જિલ્લામાં પ્રાયમરીથી લઈને હાઈસ્કુલ સુધીની ૧૭૫ જેટલા ખાનગી સ્કુલોના સંચાલકો દ્વારા ફાયર સેફ્ટી સર્ટીફિકેટ, સેલ્ફ સર્ટીફિકેટ ધરાવતા ન હોવાનો રિપોર્ટ આપતા આ મામલે તમામ સ્કુલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ફાયર સેફ્ટી સર્ટીફિકેટસ સેલ્ફ સર્ટીફિકેટ ધરાવતા ન હોવાનો ખુલાસો થયો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.ડી.આર.દરજીએ આ તમામ સ્કુલો સંચાલકો સામે લાલ આખ કરી તમામને કારણ દર્શન નોટિશ ફટકારી છે. અને તાકિદે ફાયર સેફ્ટીની સુવિદ્યા ઉભી કરવા આદેશ કર્યો છે તેમજ ફાયર સેફ્ટી ઉભી નહી કરનાર સ્કલો સામે કાનુની કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી છે.

 

 

 

 

૬૫ સ્કુલના સંચાલકોએ એન.ઓ.સી માટે એપ્લાય પણ કરી નથી

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ફાયર સેફ્ટીની સુવિદ્યા ઉભી કરવા માટે અગાઉ તમામ સ્કુલના સંચાલકોને જાણ કરી હતી જેમાંથી ૧૭૫ જેટલી સ્કુલોએ ફાયર સેફ્ટીની સુવિદ્યા ઉભી ન કરી હોવાનુ તપાસમાં બહાર આવતા તમામને કારણ દર્શન નોટિશ ફટકારી છે. આ ૧૭૫ સ્કુલોમાંથી મોટા ભાગની સ્કુલના સંચાલકોએ ફાયર સેફ્ટીની એન.ઓ.સી લેવા માટે જરૂરી કાર્યવાહી કરી હતી પરંતુ ફાયર સેફ્ટી ઉભી ન કરી હતી પરંતુ ૬૫ સ્કુલો એવી છે કે તેમના સંચાલકો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા એન.ઓ.સી લેવા માટે આપેલી સુચનાની પણ રીતસર અવગણા કરી હોય તેમ એન.ઓ.સી લેવા માટે કોઈ પણ પ્રકારની એપ્લાય પણ કરી ન હતી 

 

 

 

 

 

નિયતસમયમાં ફાયર સેફ્ટી ઉભી નહી કરે તો માન્યતા રદ કરાશેઃ ડો, દરજી

આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો, ડી.આર. દરજીએ જણાવ્યુ હતુ કે, જિલ્લાની ૧૭૫ જેટલી ખાનગી સ્કુલોને ફાયર સેફ્ટી સુવિદ્યા ઉભી ન કરવા મામલે કારણ દર્શક નોટિશ ફટકારી છે. તેમજ નોટિશ મળયા બાદ પણ ફાયર સેફ્ટી ઉભી કરવા મામલે સંચાલકો દ્વારા બેદરકારી દાખવવામાં આવશે તો જેતે સ્કુલની માન્યતા રદ કરી દેવા સુધીની સખ્ત કાર્યવાહી કરવામાં આવશે તેમાં કોઈની શેહશરમ રાખવામાં આવશે નહી.

 

 

 

 

 

જિલ્લા પંચાયતની ૨૯ સરકારી સ્કુલોને પણ કરવી પડશે ફાયરની સુવિદ્યા

જિલ્લા પંચાયતના અધિકૂત સુત્રો પાસેîથી મળતી વિગતો મુજબન જિલ્લાની ૨૯ જેટલી સરકારી સ્કુલો છે. તેમને પણ  નિયમ મુજબ ફાયરની સેફ્ટી ઉભી કરવાની થાય છે. આ સ્કુલોમાં ફાયર સેફ્ટી ઉભી કરવા મામલે જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા રાજય સરકારમાં પત્ર લખ્યો છે ફાયર સેફ્ટી ઉભી કરવા માટેની ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દરજીએ વધુમાં ઉમેર્યુ છે કે, સરકારમાંથી ગ્રાન્ટ મંજુર થયા બાદ ફાયર સેફ્ટીની સુવિદ્યા ઉભી કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application