ઈન્કમટેકસ વિભાગ દ્વારા 2,017થી 2,021ના સમયગાળા દરમિયાન ચેરિટેબલ ટ્રસ્ટોને ડોનેશન આપનાર લગભગ 8,000 કરદાતાઓને નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ચેરિટેબલ ટ્રસ્ટોને ડોનેશન આપનાર મોટાભાગે પગારદાર કરદાતાઓના વિગતોનો ડેટા એનાલિસીસ કરવામાં આવતાં તેમના ખર્ચ અને આવકને ધ્યાનમાં લેતાં આ કરદાતાઓએ અપ્રમાણસર ડોનેશન આપ્યું હોવાની શંકાને આધારે કરચોરીની શક્યતાને પગલે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા નોટિસો આપવામાં આવી હતી અને તે અંગે સુપરત કરાયેલી વિગતો સ્પષ્ટ ન હોવાને કારણે કેટલાંક ચેરિટેબલ ટ્રસ્ટોને પણ નોટિસ આપીને માહિતી મંગાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. આગામી દિવસોમાં વધુ કરદાતાઓ અને ટ્રસ્ટોને નોટિસ આપવામાં આવે તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, 2017થી 2021ના સમયગાળા દરમિયાન ચેરિટેબલ ટ્રસ્ટોને ડોનેશન આપીને કરમુક્તિના લાભ મેળવવા અથવા ટેક્સ સ્લેબ ઘટાડવા માટે રોકડ સ્વરૂપે ડોનેશન ચૂકવવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું છે. કેટલાંક પગારદાર કરદાતાઓએ જંગી ડોનેશન આપ્યું હોવાનું ચેરિટેબલ ટ્રસ્ટોએ સુપરત કરેલા I.T. રિટર્ન અને પૂરક માહિતીમાં જોવા મળતાં ઈન્કમેક્સ વિભાગે 8,000 જેટલા કરદાતાઓને નોટિસ આપી છે. આ કરદાતાઓની ખર્ચ અને આવકની મેળવણી કરતાં તેમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. આ બાબતને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં I.T. વિભાગ દ્વારા વધુ પગારદાર કરદાતાઓ અને ચેરીટેબલ ટ્રસ્ટોને પણ નોટિસ આપવામાં આવે તેવી શક્યતા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500