ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, ગાંધીનગરની જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા અન્વયે સેલંબા હાઇસ્કુલ મુ.પો.સેલંબા તા.સાગબારા જિ.નર્મદાનાં પ્રાંગણ પાસે યોજાનાર ગ્રામ હાટ તા.29/1/23નાં રોજ સવારનાં 9 કલાકથી 1 કલાક દરમ્યાન બંધ રાખવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.એ.ગાંધીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, ગાંધીનગરની જુનિય૨ ક્લાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા અન્વયે જુનિયર કલાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા અંગેની સ્પર્ધાત્મક પરીક્ષા આગામી તા.29 નાંરોજ સવા૨નાં 11 કલાકથી 12 કલાક દરમ્યાન જિલ્લામાં કુલ 24 ૫રીક્ષા કેન્દ્રો ખાતે યોજાના૨ છે. જેમાં સેલંબા હાઇસ્કુલને પણ પરીક્ષા કેન્દ્ર તરીકે નક્કી કરવામાં આવેલા છે.
પરીક્ષા કેન્દ્રનાં પ્રાંગણ પાસે દર રવિવારે ગ્રામ હાટનું આયોજન થતું હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષાના દિવસે તા.29/1/23નાં પરીક્ષાને લગતી કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાથી, પરીક્ષાની કામગીરીમાં ખલેલ ન પડે, કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ પરીક્ષાનું સુચારુ સંચાલન થઇ શકે તે હેતુસર સેલંબા હાઇસ્કુલ પાસે યોજાનાર ગ્રામ હાટ તા.29/1/23ને રવિવારના રોજ 9 કલાકથી 1 કલાક સુધી બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફ૨જ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500