Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

NEET PG 2025ની પરીક્ષાનું નોટિસ બહાર પડ્યું, આજથી શરૂ થયું રજીસ્ટ્રેશન

  • April 17, 2025 

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ (NBEMS)ની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ ફોર પોસ્ટગ્રેજ્યુએશન (NEET PG) 2025ને લઈને આજથી નોટિફિકેશન બહાર પાડશે. આમ આજથી NEET PG 2025ની પરીક્ષા માટેની રજીસ્ટ્રેશન શરૂ થશે. આજે બુધવારે NBEMSની સત્તાવાર વેબસાઇટ natboard.edu.in પર એક નોટિસ બહાર પાડવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, NEET PG 2025ની સૂચના 17 એપ્રિલે બપોરે 3 વાગ્યે બહાર પાડવામાં આવશે. આ સાથે નોંધણી વિન્ડો પણ ખુલશે.


તમને જણાવી દઈએ કે, NEET PG 2025 માટે રજીસ્ટ્રેશ શરૂ થયાની સાથે આગામી તારીખ 7 મે સુધી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલશે. જેમાં ઉમેદવારો રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખે રાત્રીના 12 વાગ્યા સુધી અરજી કરી શકશે. પરીક્ષાને લઈને સમગ્ર જાણકારી ગુરુવારે જાહેર થનારા નોટિફિકેશનમાં જાણવા મળશે. NEET PG 2025ની પરીક્ષા 15 જૂનમાં બે શિફ્ટમાં યોજાશે અને જેના પરિણામ 15 જુલાઈના રોજ જાહેર થઈ શકે છે. દેશભરની મેડિકલ કોલેજોમાં MD/MS/PG ડિપ્લોમા કોર્ષમાં પ્રવેશ મેળવવાને લઈને NEET PG 2025ની પરીક્ષા લેવામાં આવે છે.


NBEMSએ ઉમેદવારોને જણાવ્યું હતું કે,  NEET PG 2025ની પરીક્ષાને લઈને અપડેટ રહેવા માટે સત્તાવાર વેબસાઈટ ચકાસવી અને રજીસ્ટ્રેશન કરતી વખતે સૂચના અચૂક વાંચવી. CBT મોડમાં બે શિફ્ટમાં પરીક્ષા યોજાશે. દર વર્ષે 2 લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપતા હોવાનું સામે આવ્યું છે. ગયા વર્ષથી NEET PG પરીક્ષા બે શિફ્ટમાં શરૂ કરવામાં આવી હતી. તે પહેલાં આ પરીક્ષા ફક્ત એક જ શિફ્ટમાં લેવામાં આવતી હતી. જોકે NBEMS એ શિફ્ટમાં સમાનતા સુનિશ્ચિત કરવા માટે નોર્મલાઇઝેશન પદ્ધતિ અપનાવી હતી, પરંતુ આ પગલાથી વ્યાપક ચર્ચા અને વિવાદ ઊભો થયો હોવાનું સામે આવ્યું છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application