Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મતદારોએ નોટાને પસંદ કરતા નોટા ત્રીજા સ્થાને : કુલ 16,984 મત પડયાં

  • December 02, 2022 

વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો માટે એક એક મત કિંમતી હોય છે ત્યારે જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં હાર જીતનું માર્જીન 3થી 5 હજાર મત વચ્ચે રહેતું હોય છે ત્યારે નોટામાં પડતા મત પણ ઘણી જગ્યાએ નિર્ણાયક સાબિત થતા હોય છે. ગાંધીનગર જિલ્લાની માણસા બેઠકમાં ગત વર્ષ 2017ની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારના માર્જીન કરતા પાંચગણા વધારે એટલે કે, કુલ ત્રણ હજાર મતો નોટામાં પડયા હતા અને પાંચેય બેઠકમાં ભાજપ-કોંગ્રેસ બાદ ત્રીજા વિકલ્પ તરીકે જાણે મતદારોએ નોટાને પસંદ કર્યો હોય તે રીતે તમામ બેઠકમાં નોટા ત્રીજા સ્થાને રહ્યું હતું.



ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે છેલ્લા ઘણા મહિનાઓથી ચૂંટણી તંત્ર અને રાજકીયપક્ષો તૈયારી કરી રહ્યા હતા ત્યારે સૌરષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પુર્ણ થઇ ગયું છે. શરૃઆતથી જ નિરશ રહેલા મતદાનને કારણે રાજકીય પક્ષોમાં ચિંતા પેઠી છે ત્યારે ગત વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગર જિલ્લાના પરિણામો ઉપર નજર કરવામાં આવે તો, પાંચેય બેઠકોમાં હાર-જીતના માર્જીનની નજીક જ ત્રીજા વિકલ્પ તરીકે નોટાને પસંદ કરવામાં આવ્યો હતો. વર્ષ 2017ની ચૂંટણીમાં દહેગામ બેઠકમાં ભાજપ-કોંગ્રેસ બાદ ત્રીજા ક્રમે 3,925 મત નોટાને પડયા હતા.



આજ રીતે ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર પણ ત્રીજા ક્રમે રહેલા નોટામાં 4,615 મત તો, ઉત્તર બેઠકમાં 2,929 મત મળ્યાં હતા. માણસા બેઠકના પરિણામ ઉપર નજર કરીએ તો અહીં કોંગ્રેસના ઉમેદવાર 524 મતે જીત્યા હતા અને તેની સામે નોટામાં પાંચગણા વધારે એટલે કે, ત્રણ હજાર જેટલા મત પડયા હતા. જ્યારે કલોલ બેઠકમાં 2,515 જેટલા મત સાથે નોટા કોંગ્રેસ ભાજપ બાદ ત્રીજા ક્રમે રહ્યો હતો. એટલુ જ નહીં, આ વખતે ભાજપ-કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવી છે ત્યારે આ ચૂંટણીમાં નોટાને ગત વખત કરતા ઓછા મત મળે તેવું લાગી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application