તાપી જીલ્લા આરોગ્ય તંત્રની ભારે મહેનત બાદ કોરોના કેસમાં નિયંત્રણ મેળવવા સફળ રહ્યા હોય તેમ જીલ્લામાં કોરોના સંક્રમિત કેસમાં ઘટાડો થયો છે, પરંતુ જે રીતે લોકો સોશિયલ ડીસ્ટન્સ કે પછી માસ્ક વગર બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે તે એક ચિંતા નો વિષય બન્યો છે. જોકે આજરોજ તાપી જીલ્લામાં કોરોના નો એકપણ નવો કેસ સામે આવ્યો નથી.
જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર આજદિન સુધી જીલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીઓના કુલ 867 કેસો નોંધાયા છે. આજરોજ વધુ 1 દર્દી સાજો થતા રજા આપવામાં આવી છે.
અત્યાર સુધી કુલ 815 દર્દીઓ સાજા થયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 376 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ 13 દર્દીઓ કોરોના ની સારવાર લઇ રહ્યા છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500