ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે આજે તાપી જિલ્લામાં માં એક પણ પોઝીટીવ કેસ ન નોંધાતા રાહત થવા પામી હતી.
સાંજ પડતા જ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા પોઝીટીવ કેસોની સંખ્યા જાહેર કરવામાં આવે છે જેમાં કેટલાક દિવસોથી કેસોની સંખ્યા વધતી હોવાથી આજે પણ કેસો વધશે તેવી ભિતી વચ્ચે મોડી સાંજે એક પણ પોઝીટીવ કેસ નોંધાયો ન હોવાથી આજ પુરતી રાહત થવા પામી હતી.
છેલ્લા ઘણા દિવસથી તાપીમાં કોરોનાના ઝડપભેર કેસો આવવા માંડતા શુક્રવાર સુધી પોઝીટીવ કેસોનો કુલ આંક છેક 673 સુધી પહોંચી ગયો હતો.
આજે પણ પોઝીટીવ કેસો આવશે તેવી આશંકા વચ્ચે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા સાંજે જિલ્લામાં એક પણ પોઝીટીવ કેસ નોંધાયેલ નથી તેવી માહિતી અપાતા રાહત થવા પામી હતી પરિણામે, પોઝીટીવ કેસનો કુલ આંક 673 સુધી હાલ તો અટકયો છે. જે પૈકી 607 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. કોરોના ની સારવાર દરમિયાન કુલ 40 દર્દીઓના મોત નિપજ્યા છે.
હાલ જિલ્લામાં 23 કેસ એક્ટિવ છે. આજરોજ જિલ્લામાંથી કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 371 સેમ્પલ લેવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500