કોરોના વાયરસ ફેલાતો અટક્યો નથી ત્યાં ફરી એક જીવલેણ વાયરસ સામે આવ્યો છે. હવે દેશના અનેક રાજ્યો પક્ષીઓની મહામારી બર્ડ ફ્લૂની ઝપેટમાં આવી ગયાં છે. અત્યારસુધીમાં હિમાચલ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કેરળમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ કરવામાં આવી છે. તો હરિયાણા અને ગુજરાતમાં પક્ષીઓનાં સેમ્પલ તપાસ માટે ભોપાલ મોકલવામાં આવ્યાં છે. ત્યારે મોટી સંખ્યામાં પક્ષીઓનાં મોત બાદ 6 રાજ્યમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.જોકે તાપી જીલ્લામાં બર્ડફ્લુનો એકપણ કેસ મળી આવ્યો નથી..
તાપી જીલ્લામાં મરઘાના મોત ના સમાચાર ને લઈને તંત્ર દોડતું થઇ ગયું હતું. જોકે ચીકન ખાનારાઓ માટે હાલ પૂરતા રાહતના સમાચાર સામે આવ્યા છે. જીલ્લાના ઉચ્છલ તાલુકામાં પશુપાલન ખાતાની ટીમ તેમજ પશુ રોગ અન્વેષણ એકમ સુરત સાથે તમામ ઓર્ગેનાઇઝડ પોલ્ટ્રીફાર્મ તેમજ બેકયાર્ડ ફાર્મિંગ કરતા લોકોની સ્થળ પર જઇને ચકાસણી કરતા તમામ ઓર્ગેનાઇઝડ પોલ્ટ્રીફાર્મમા પક્ષીઓનુ અસામાન્ય મરણ જોવા મળેલ નથી.
જિલ્લાભરમાં આશરે 45 જેટલા પોલ્ટ્રીફાર્મની મુલાકાત લઇ તપાસ હાથ ધરવામાં આવી હતી.
પરંતુ બેકયાર્ડ ફાર્મિંગ કરતા ઉચ્છલ તાલુકાના હનુમાન ફળિયામા તપાસ કરતા આજરોજ ત્રણ મરઘાનુ મરણ સ્થળ ઉપર જોવા મળ્યું હતું. અને છેલ્લા પંદર દિવસમા પક્ષીઓનુ અસાધારણ મરણ જોવા મળેલ નથી.પશુપાલન ખાતાની ટીમ દ્વારા જિલ્લાભરમાં આશરે 45 જેટલા પોલ્ટ્રીફાર્મની મુલાકાત લઇ તપાસ હાથ ધરવામાં આવી હતી. પશુ રોગ અન્વેષણ એકમ સુરત દ્વારા આજરોજ મરણ પામેલ ત્રણેય પક્ષીઓનુ પોસ્ટ મોર્ટ્મ કરેલ છે અને તેમા બર્ડ ફ્લુ રોગ જણાયેલ ન હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500