Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની સંભાવના, જયારે રાજ્યનાં 96 ડેમ હાઈ એલર્ટ

  • August 15, 2023 

રાજ્યમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં સામાન્ય વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, સુરત, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદમાં વરસાદ વરસી શકે છે. આ સિવાય સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ મહેસાણા અને ગાંધીનગરમાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને પોરબંદરમાં વરસાદની શક્યતા છે.



રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી સામાન્ય વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 5 દિવસ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવવાની સંભાવના પણ છે. રાજ્યનાં 207 જળાશયોમાં 74 ટકા પાણીનો જથ્થો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 73.48 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 49.33 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75.25 ટકા, કચ્છના 20 જળાશયોમાં 65.57 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.85 ટકા અને સરદાર સરોવરમાં 77.47 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યનાં 207 ડેમમાં હાલ 74.31 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યમાં 96 ડેમ હાઈએલર્ટ, 25 ડેમ એલર્ટ અને 14 ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application