Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેર જિલ્લામાં સામાન્ય વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોઍ રાહત અનુભવી

  • June 10, 2021 

ચાલુ વર્ષે અઠવાડિયા પહેલા ચોમાસા ઋુતુનો વિધિવત પ્રારંભ થયો છે. સામાન્ય રીતે દર વર્ષે દક્ષિણ ગુજરાતમાં મુંબઈ કે સૌરાષ્ટ્રમાંથી વરસાદની ઍન્ટ્રી થાય છે જોકે ચાલુ વર્ષે વલસાડથી દક્ષિણ ગુજરાત સહિત રાજયમાં મેઘરાજાનું ધમાકેદાર રીતે આગમન થયું છે.

 

 

 

 

વલસાડ અને નવસારી જિલ્લામાં વાદળ છવાયા વાતાવરણ વચ્ચે બુધવારે સવારેથી જ ધોધમાર વરસાદ તુટી પડ્તા અનેક તાલુકા પાણીથી તરબોળી ઉઠ્યા હતા. તો સુરત શહેર જિલ્લામાં પણ છુટોછવાયો વરસાદ નોધાયો હતો. વિતેલા ચોલીસ કલાકની વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ નોધાયો છે. જયારે સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના જલાલપોરમાં ૧૦૩ મી.મી (ચાર ઈંચ), નવસારીમાં ૬૨ મી.મી (અઢી ઈંચ), વલસાડના કપરાડામાં ૫૩ મી.મી (બે ઈંચ), ઉમરગામ, ધરમપુર, પારડી, વાપીમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો જયારે સુરત જિલ્લામાં સામાન્યથી છુટોછવાયો વરસાદ નોધાયો છે.મોન્સુનના આગમન વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમા્ં દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. તો બીજી તરફે ચોમાસા ઋુતુની રાહ જોતા ખેડુતોમાં ખુશીની લહેર છવાઈ હતી. ખેડુતો હવે ડાંગર, નાગલી, તુવેર, અડદ જેવા ધાન્યપાકોની વાવણી કાર્ય શરુ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે.

 

 

 

 

 

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન

મુંબઈને ધમરોળ્યા બાદ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની વિધિવત પધારમણી થઈ ચુકી છે. ગઈકાલે વલસાડ જિલ્લામાંથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાઍ ધમાકેદાર ઍન્ટ્રી થવાની સાથે વલસાડ જિલ્લો પાણીથી તરબતર થઈ ઉઠ્યો હતો. નવસારી જિલ્લામાં પણ સારો વરસાદ નોઁધાયો હતો. સુરત શહેર જિલ્લામાં પણ ગઈકાલે સાંજે ભારે પવન ફુંકાવાની સાથે વરસાદમય માહોલ સર્જાયો હતો અને ધોધમાર વરસાદ તુટી તેવી શકયતા વચ્ચે મેઘરાજાએ હાથ તાળી આપી હતી.

 

 

 

 

બુધવારે સવારે છ વાગ્યાથી ગુરુવારે સવારે છ વાગ્યા સુધીના ચોવીસ કલાકમાં પડેલા વરસાદની જિલ્લા કલેકટર કચેરીઓના ફ્લડ કંટ્રોલમાંથી મળતી માહિતી પ્રમાણે વલસાડ જિલ્લામાં ઉમરગામમાં ૧૬, કપરાડામાં ૫૩, ધરમપુરમાં ૧૫, પારડીમાં ૧૫, વલસાડમાં ૪ અને વાપીમાં ૧૬ મી.મી પડ્યો હતો. નવસારી જિલ્લામાં નવસારીમાં ૬૨ મી.મીï, જલાલપોરમાં ૧૦૩ મી.મી અને ચીખલીમાં ૫ મી. મી. પડ્યો હતો. જયારે સુરત જિલ્લામાં ચોયાર્સીમાં ૩, અોલપાડમં ૨ અને સુરત સીટીમાં ૩ મી.મી પડ્યો હતો, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આજે સવારે પણ છુટોછવાયો વરસાદ નોધાયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application