લાંબા સમયના વિરામબાદ મેઘાએ ત્રીજા રાઉન્ડની શરૂઆત કરી દક્ષિણ ગુજરાતના તમામ તાલુકાઓને પાણીથી તરબતર કરી નાખ્યા હતા. તો બીજી તરફ વરસાદ ખેચાઈ જવાને કારણે ચિંતામાં મુકાયેલા ધરતી પુત્રના હૈયે વરસાદનું આગમન થતાં ટાઢક વળી હતી. જોકે બે દિવસથી મેઘરાજાનું જોર ધીમું પડયું છે દક્ષિણ ગુજરાતમાં 33 તાલુકાઓ પૈકી વીતેલા 24 કલાક દરમિયાન પાંચ જિલ્લાના 11 તાલુકા માં ૨ મી.મી.થી એક ઈંચ સુધી વરસાદ નોંધાયો હોવાનું ફ્લડ વિભાગના સુત્રોથી જાણવા મળ્યું હતું.
દક્ષિણ ગુજરાતમાં બરાબર ગત મંગળવારે બપોર બાદ આગમન કરનાર મેઘાની સતત ચારથી પાંચ દિવસ સુધી તોફાની બેટિંગ રહી હતી. જોકે છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ધીમું પડયું છે વીતેલા 24 કલાક દરમિયાન નવસારી અને ડાંગ જિલ્લામાં મેઘાએ વિરામ ફરમાવી ઉઘાડ કાઢ્યો હતો. જ્યારે તાપી જિલ્લામાં માત્ર વ્યારામાં 5 મી.મી. વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતના ચેરાપુંજી મનાતા વલસાડ જિલ્લાનાં કપરાડામાં એક ઈંચથી વધુ અને ધરમપુરમાં ઝરમર ઝરમર 2 મી.મી. વરસાદ જ્યારે 4 તાલુકામાં ઉઘાડ કાઢ્યો હતો. સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો મહુવા અને ઓલપાડને બાદ કરતા 7 તાલુકામાં 2 મી.મી.થી લઈને 15 મી.મી. સુધી વરસાદ નોંધાયો છે. જેમાં ઉમરપાડામાં અડધો ઇંચથી વધુ 15 મી.મી. અને કામરેજ તેમજ માંગરોળમાં 8 મી.મી. સુરત સીટી 7 મી.મી. જ્યારે બારડોલી 5 મી.મી. તેમજ ચોર્યાસી 3 મી.મી. પલસાણા 2 મી.મી. વરસાદની ફ્લડ કંટ્રોલ વિભાગના ચોપડે નોંધ થઈ હોવાનું જાણવા મળે છે. (ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application