Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

AAP સાંસદ સંજય સિંહને સુપ્રીમ તરફથી કોઇ રાહત નહિ

  • December 11, 2023 

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટે વચગાળાની રાહત આપવાનો ઇનકાર કરી દેતા સાંસદની મુશ્કેલીમાં વધારો થયો છે. હવે આ અંગે 5 ફેબ્રુઆરીના રોજ વિસ્તૃત સુનાવણી થશે.


પ્રવર્તન નિદેશાલય (ED)એ દિલ્હીમાં આબકારી નીતિમાં ગેરકાયદે નાણાકીય હેરફેર કરવાના આરોપસર આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ કરી હતી. ઇડીએ આરોપ મુક્યો છે કે આપ નેતા સંજય સિંહને કારણે આબકારી નીતિમાં કેટલાક દારૂ ઉત્પાદકો, જથ્થાબંધ અને છૂટક વેપારીઓને ફાયદો થયો હતો. જો કે સંજય સિંહે તમામ આરોપો ફગાવી દીધા હતા.ઇડીએ કહ્યું હતું કે ઉદ્યોગપતિ દિનેશ અરોરાએ રાજ્યસભા સભ્યના નિવાસસ્થાને 2 હપતામાં 2 કરોડ રૂપિયાની રોકડ પહોંચાડી હતી. ઓગસ્ટ 2021થી એપ્રિલ 2022 દરમિયાન આ રોકડ પહોંચાડવામાં આવી. જો કે આ દાવાઓનું સંજય સિંહે ખંડન કર્યું હતું અને સમગ્ર ઘટનાને તેમના વિરુદ્ધનું એક ‘રાજકીય કાવતરું’ ગણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application