Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તઘલખી ફરમાન : આ દેશમાં કોઈને હંસવા દેવામાં નહીં આવે, જો કોઇ ઝડપાઇ ગયો તો શું કરાશે આકરી સજા, જાણો વિગતે

  • December 17, 2021 

દુનિયાભરમાં કેટલાક એવા દેશો છે જ્યાં હ્યૂમન રાઇટ્સ છે પરંતુ અમૂક દેશો એવા છે જ્યાં માનવ અધિકારોનુ ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામા આવી રહ્યું છે. આ લિસ્ટમાં પહેલુ નામ નોર્થ કોરિયાનુ સામેલ છે. અહીં હવે દેશના તાનાશાહ પ્રમુખ કિમ જોંગ ઉને એક તઘલખી ફરમાન જાહેર કરી દીધુ છે, તે અંતર્ગત હવે કોઇને દેશમાં હંસવા દેવામાં નહીં આવે.


ખરેખરમા, નોર્થ કોરિયાના તાનાશાહ પ્રમુખ કિમ જોંગ ઉને પોતાના દેશમાં આ ફરમાન સંભળાવી દીધુ છે. આ ફરમાન કિંમ જોંગ ઉને તેમના પિતા અને દેશના પૂર્વ નેતા કિંમ જોંગ ઇલની 10મી પુણ્યતિથિ પ્રસંગે સંભળાવ્યુ છે. આ નવા ફરમાન અંતર્ગત આગામી 11 દિવસો સુધી દેશમાં ના કોઇ હંસી શકશે, ના કોઇ દારુ પી શકશે કે ના કોઇપણ જાતની ખુશી કે આનંદ માણી શકશે. જો આ ફરમાનની વિરુદ્ધ કોઇ ઉલ્લંઘન કરતુ ઝડપાશે તો તેને કડક સજા, મોત સુધીની સજા આપવામાં આવી શકે છે. ખરેખરમાં નોર્થ કોરિયામાં કિંમ જોંગ ઇલની પુણ્યતિથિને દેશમાં રાષ્ટ્રીય શોકના રૂપમાં મનાવવામાં આવી રહી છે.
સૂત્રોએ જણાવ્યું કે, ઉત્તર કોરિયાના લોકોને 17 ડિસેમ્બરે કિમ જોંગ ઇલના મૃત્યુની વર્ષગાંઠના રોજ કરિયાણાની ખરીદી કરવા જવાની મંજૂરી નથી. જોકે, સરકારી કંપનીઓને કહેવામાં આવ્યુ છે કે, રાષ્ટ્રીય શોકની અવધિમાં ગરીબો માટે ખાવાની4 વ્યવસ્થાનુ ધ્યાન રાખે. એક અંગ્રેજી અખબારના અનુસાર, જો આ દિવસે તમારા ઘરમાં કોઇનુ મૃત્યુ થઇ જાય છે, તો જોરજોરથી રડવાની અનુમતિ પણ નથી, અને શોક સમાપ્ત પુરો થયા બાદ જ મૃતદેહને બહાર કાઢી શકાશે. શોકના સમયગાળા દરમિયાન જેમનો જન્મદિવસ હોય તેમને તેની ઉજવણી કરવાની પણ મંજૂરી આપવામાં આવી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application