વડોદરામાં આ વખતે એકપણ રાજ્યકક્ષાના કે કેબિનેટ કક્ષાના મંત્રી મંડળમાં કોઈને સમામવવામાં ના આવતા અંદર ખાને નારાજગી પણ કાર્યકરોમાં જોવા મળી રહી છે. વડોદરામાંથી કોઈ કેબિનેટ કે રાજ્યકક્ષાના મંત્રી નિમાયા નથી. શહેરમાં વોટ શેર 70 ટકા અને જિલ્લામાં 60 ટકા રહ્યો છે. જો કે વડોદરા શહેર જિલ્લાના એકપણ ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. અગાઉ વડોદરાથી કેટલાકને આ મોકો મળ્યો છે.
ગઈકાલે તમામ મંત્રીઓએ શપથ લીધા છે આ વખતે ભાજપે પ્રચંડ જીત મેળવી અનેક વિક્રમો તેમના નામે કર્યા છે ત્યારે મંત્રીઓએ આજે પોતાનો કાર્યભાર પણ સંભાળી લીધો છે. આ વખતે પાટીદારથી લઈ ઓબીસી એસસી, એસટી તમામ જાતિગત સમીકરણો ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.
વડોદરા શહેર જિલ્લામાં ભાજપનું પ્રભૂત્વ જોવા મળ્યું છે. અહીંથી દિગ્ગજ નેતાઓ સતત જીતતા આવ્યા છે છતાં પણ આ વખતે અહીંથી ભૌગોલિક સંતુલન ના જળવાયાનો અંદરખાને નેતાઓમાં રોશ પણ છે. બાલુ શુક્લને જો કે, દંડક બનાવવામાં આવ્યા છે. અગાઉ રાજેન્દ્ર ત્રિવેદીને મંત્રી મંડળમાં સામેલ કરાયા હતા પરંતુ આ વખતે તેમને ટિકિટ આપવામાં નહોતી આવી.
33માંથી 22 જિલ્લામાં કોઈ મંત્રી નહીં
ભાજપ દ્વારા આ વખતે જાગિતગત સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે પરંતુ ભૌતિક સમીકરણોને ધ્યાને નથી લેવાયા તેવું ચોક્કસ કહી શકાય છે. 33માંથી 22 જિલ્લામાં કોઈ મંત્રી નહીં.મંત્રી મંડળમાં ખાસ કરીને આ વખતે વડોદરા સિવાય જો વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લાની પણ અવગણના કરવામાં આવી છે. અહીંથી ભાજપે 6માંથી 6 સીટો જીતી છે પરંતુ અહીંથી આ વખતે મંત્રીમંડળમાં કોઈને સ્થાન આપવામાં નથી આવ્યું. સૌરાષ્ટ્રમાં 5, મધ્ય ગુજરાતમાં 5, ઉત્તર ગુજરાતમાં 3, દક્ષિણ ગુજરાતમાં 3 મંત્રીનો સમાવેશ કરાયો છે. જાતિ સંતુલન સાથે ભૌગોલિક સંતુલન આ રીતે અલગ જોવા મળી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500