Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝર : ટ્રેક્ટર અડફેટે મોટર સાયકલના ચાલકનું મોત

  • March 05, 2023 

નિઝરના વેલ્દા ગામના ગાંધીનગર ફળિયા પાસે સાંજના સમયે મહારાષ્ટ્ર રાજયના નંદુરબાર જિલ્લાનો રહેવાસી 42 વર્ષીય યુવક પોતાના કબ્જાની મોટર સાઇકલ લઈને પસાર થઇ રહ્યો હતો.તે દરમ્યાન એક ટ્રેક્ટર ચાલકે મોટર સાઇકલ ઉપર સવાર યુવકને અડફેટમાં લઈને રસ્તા ઉપર પાડી નાંખી ગંભીર ઇજા પહોંચાડીને મોત નીપજવ્યું હોવા અંગેની ફરિયાદ નિઝર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.



મળતી માહિતી મુજબ શુક્રવારે પ્રશાંતભાઈ આભણે પોતાના અંગત કામ અર્થે બામણગાંવથી મોટર સાઇકલ નંબર MH-20-BB- 5131 લઈને નંદુરબાર ગયા હતા. જે સાંજે પરત બામણગાંવ આવતા હતા. ત્યારે વેલ્દા ગામના ગાંધીનગર ફળિયા પાસેથી પસાર થતો ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. તે દરમ્યાન ટ્રેક્ટર નંબર MH-39-AB-1689 ના ચાલાકે ગફલત ભરી રીતે હંકારી લાવીને બાઇક ઉપર સવાર યુવક અડફેટમાં લઈને રસ્તા ઉપર પાડી નાંખતા યુવકને ડાબા જડબા તથા કાન ઉપર તથા માથામાં મૂઢ ઇજાઓ પોહચાડી મોત નીપજાવ્યું હોવા અંગે ધનંજયભાઈ કાનડે દ્વારા નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application