તાપી જિલ્લાનાં નિઝર તાલુકાનાં રૂમકિતળાવ ગામે ગત તારીખ 19/04/2024નાં રોજ રાત્રીનાં સમયે સંજયભાઈ ગુલ્યાભાઈ ગાવિત (ઉ.વ.48., રહે.તાલાઆંબા ગામ, તા.નવાપુર, જિ.નંદુરબાર, મહારાષ્ટ)નાં શખ્સને ટુ વ્હીલર અને ફોર વ્હીલર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં દર્દીને બંને પગ, બંને હાથમાં ફ્રેકચર અને પેટના ભાગે મોટી ઇજા થઈ હતી. ત્યાંથી કોઈક ભાઈએ મદડ માટે 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો.
જેથી નિઝર તાલુકાની રૂમકિતળાવ 108ને કોલ મળતા તરત જ રૂમકિતળાવ 108 EMT પાર્વતીબેન અને છોટુભાઈ ચૌધરી તરત જ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતાં. ઘટના સ્થળ પર દર્દી બેભાન હાલતમાં રોડ પર પડી રહેલ દર્દીને એમ્બ્યુલન્સમાં લાવી સારવાર માટે ઉચ્છલ તાલુકાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને દર્દી પાસે રોકડ રકમ 3,515/- અને મોબાઈલ ફોન સાથે જરૂરિયાત કાગળો દર્દીના ભાઈ સેવાંતભાઈને 108 રૂમકિતળાવ ટીમે તેમને પરત કરી માનવતા દાખવી હતી. તાપી જિલ્લા 108 સુપરવાયઝર મયંકભાઈ ચૌધરી અને પોગ્રામ મેનેજર અભિષેક ઠક્કરએ રૂમકિતળાવ 108 ટીમને શુભેચ્છા પાઠવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500