Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Nizar : બે કાર માંથી દારૂનાં મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા, એક વોન્ટેડ

  • January 04, 2022 

સુર્યવંશી મનિષા/નિઝર : તાપી પોલીસે બાતમીના આધારે, નિઝરના નીંભોરા ગામમાંથી બે કારમાં વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.મળતી માહિતી અનુસાર, નિઝર તાલુકાનાં નીંભોરા ગામના વિસ્તારમાંથી તાપી પોલીસે મોડીરાત્રે કાર નંબર એમએચ/2/વાયએ/8806 અને નંબર જીજે/9/બીએ/7766 માંથી વિદેશી દારૂની કુલ 58 બોક્ષમાં ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હિસ્કી બ્રાન્ડવાળી કુલ 2,900 બોટલો સાથે 1. જગન્નનાથ મંગાભાઈ મોહને (ઉ.વ.33, રહે. દેવળફળિયું, નવાપુર, જિ.નંદુરબાર), 2. ચંદ્રસિંહ કુવરજીભાઈ વસાવા (ઉ.વ.26, રહે.મોટાસુકા ગામ, આંબા ફળિયું, તા.ડેડિયાપાડા, જિ.નર્મદા) અને 3. ક્લીનર દીપકભાઈ દગડુભાઈ શીમ્પી (ઉ.વ.31, રહે.ખાપર મરાઠી સ્કુલ પાછળ, શીમ્પીગલી, તા.અક્કલકુવા, જિ.નંદુરબાર)નાઓને ઝડપી પાડી વિદેશી દારૂ, 2 કાર તેમજ 3 નંગ મોબઈલ મળી કુલ રૂપિયા 8,95,000/-નો મુદ્દામાલ કબ્જે કરી દારૂનો મુદ્દામાલ પૂરો પાડનાર વિક્કી રવિભાઈ શિંદે (રહે.શીમ્પીગલી, ખાપર, તા.અક્કલકુવા, જિ.નંદુરબાર) નાને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.           


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application