Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Nizar : આરટીઆઈ એક્ટિવિસ્ટ ઉપર જીવલેણ હુમલો, ૧૫ જેટલા હુલાખોરો સામે ગુનો નોંધાયો

  • January 04, 2022 

 નિઝરના વેલ્દા ગામ પાસે સુરતના આરટીઆઈ એક્ટિવિસ્ટને ઘેરી લઇ ૧૫ જેટલા લુખ્ખાતત્વોએ જીવલેણ હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ચાલુ વર્ષ ની ગ્રામ પંચાયતની ચુટંણીમાં ગણેશ ઉર્ફે વિકી દિલીપભાઇ પાટીલ નાઓ ઉપ સરપંચ તરીકે ચુટંણીમાં ભરેલ જેમા તેઓએ પોતાની મિલ્કત દર્શાવેલી હતી જે અંગેની RTI હેઠળની માહિતી માંગતા આરટીઆઈ એક્ટિવિસ્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો. 


મળતી માહિતી મુજબ સુરતના લીંબાયત-ઉધનાયાર્ડ વિસ્તારમાં આવેલ નવા નગર વિનોબા નગરમાં રહેતા દીલીપ સાહેબરાવ પાટીલ નાએ  (૧) દિલીપ રધુનાથ પાટીલ (૨) ગણેશભાઈ દિલીપ પાટીલ (૩) જયેશ પાટીલ વિરૂધ્ધમાં સુરત શહેરમાં ગુનો દાખલ કરાવેલ હોય જેની અદાવત રાખી આ દિલીપભાઈ પાટીલ પોતાની વેગેનાર ગાડી નંબર જીજે/૧૫/સીએલ/ ૩૬૩૦ માં અંત્રોલી ગામના ચાલુ વર્ષ ની ગ્રામ પંચાયતની ચુટંણીમાં આરોપી ગણેશ ઉર્ફે વિકી દિલીપભાઇ પાટીલનાઓ ઉપ સરપંચ તરીકે ચુટંણીમાં ભરેલ જેમા તેઓએ પોતાની મિલ્કત દર્શાવેલી હતી જે અંગેની RTI હેઠળની માહિતી મેળવવા માટે નિઝર સેવા સદનમાં અરજી આપવા ગયેલ ત્યાથી પરત ઘરે જતા વેલ્દા ગામ પાસે આવતા (૧) દિલીપ રધુનાથ પાટીલ (૨) ગણેશભાઈ દિલીપ પાટીલ (૩) જયેશ પાટીલ તેમજ ૧૦ થી ૧૫ જેટલા બીજા ઇસમોએ દિલીપભાઈ પાટીલની ગાડી ધીમી પડતા છુટા પથ્થર મારી ગાડીના કાચ તોડી નાખ્યા હતા. આ પથ્થર મારામાં કારમાં સવાર અન્ય એક વ્યક્તિને જમણા કાને તેમજ ગળાના ભાગે તેમજ માથાના ભાગે ઇજા પહોચી હતી. તેમજ દિલીપભાઈને જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પ્રથમ ખટોદરા પોલીસ મથકે આપવામાં આવી હતી જેની વધુ તપાસ માટે નિઝર પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application