9મી વખત બિહારના સીએમ બનેલા નીતીશ કુમારની કુલ સંપત્તિ કેટલી છે એ તમે જાણો છો. કહેવાય છે કે વર્ષ 2022માં જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે તેમના પુત્ર નિશાંત કુમારની સંપત્તિ નીતીશ કુમાર કરતા પાંચ ગણી વધુ હતી. પરંતુ આજે નીતીશ કુમારની સંપત્તિ કરોડોની છે.
વર્ષ 2022માં નિશાંત પાસે 16,549 રૂપિયા રોકડ, 1.28 કરોડ રૂપિયા (FD) અને બેંકોમાં જમા હતી. રૂ. 1.63 કરોડની જંગમ મિલકતો અને રૂ. 1.98 કરોડની સ્થાવર મિલકતો હતી. સીએમના પુત્ર નિશાંત પાસે પટના અને નાલંદામાં પોતાના મકાનો અને ખેતીની જમીન પણ છે. ત્યારે તે જ વર્ષે 2022માં નીતીશ કુમારની કુલ સંપત્તિ 75.53 લાખ રૂપિયા હતી.
હાલમાં મુખ્ય પ્રધાન નીતીશ કુમાર 1.64 કરોડની સંપત્તિના માલિક છે. તેમની પાસે 22,552 રૂપિયા રોકડા છે અને બેંક ખાતામાં 49,202 રૂપિયા જમા છે. નીતિશ પાસે ફોર્ડ ઈકોસ્પોર્ટ કાર છે જેની કિંમત 11.32 લાખ રૂપિયા છે. આ ઉપરાંત 1.28 લાખની કિંમતની બે સોનાની અને એક ચાંદીની વીંટી છે. નીતિશ કુમાર પાસે 1.45 લાખની કિંમતની 13 ગાય અને 10 વાછરડા પણ છે. આ ઉપરાંત તેમની પાસે ટ્રેડમિલ, એક્સરસાઇઝ સાઇકલ અને માઇક્રોવેવ ઓવન પણ છે.
તેમજ રિયલ એસ્ટેટના નામે નીતીશ કુમાર પાસે નવી દિલ્હીના દ્વારકામાં એક એપાર્ટમેન્ટ છે, જેની કિંમત 1.48 કરોડ રૂપિયા છે. વર્ષ 2004માં તેની કિંમત 13.78 લાખ રૂપિયા હતી. નીતિશ કુમારની સંપત્તિની આ વિગત કેબિનેટ સચિવાલય દ્વારા 31 ડિસેમ્બરે જાહેર કરવામાં આવી હતી. જો કે આ વખતે નીતીશ કુમારે તેમના પુત્ર નિશાંતની સંપત્તિ વિશે માહિતી આપી નહોતી.
નોંધનીય છે કે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર દર વર્ષે પોતાની સંપત્તિની વિગતો આપે છે. તેમજ મુખ્ય પ્રધાન સહિત સરકારના તમામ પ્રધાનોની મિલકતની માહિતી સરકારી વેબસાઈટ પર જાહેર કરવામાં આવે છે. 31 ડિસેમ્બર 2023ના રોજ સીએમ નીતીશ કુમાર અને તત્કાલીન પ્રધાનોની સંપત્તિ વિશેની માહિતી સરકારી વેસાઇટ પર જાહેર કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500