ઉત્તરાખંડનાં પિથોરાગઢમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. મુસાફરોથી ભરેલી બોલેરો 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી જેમા નવ લોકોનાં મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચવા માટે રવાના થઈ. આ ઘટના અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, બાગેશ્વર જિલ્લાના સમાથી હોકરા તરફ જઈ રહેલી બોલેરો કાર અકસ્માતનો ભોગ બની હતી અને 500 મીટર ઉંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં નવ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઘાયલોને નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચવા માટે રવાના થઈ છે. માહિતી મળ્યા બાદ નાચની પોલીસ સ્ટેશનના એસ.એચ.ઓ. ચંદન સિંહ પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે રવાના થઈ ગયા છે. તેમજ હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સને ઘટના સ્થળે મોકલવામાં આવી છે. પ્રાથમિક અહેવાલમાં જણાવવામાં આવી રહ્યું છે કે, અકસ્માતનો ભોગ બનેલા લોકો બોલેરો કારમાં પૂજા માટે હોકરા મંદિર જઈ રહ્યા હતા. જે જગ્યાએ અકસ્માત થયો હતો તે રોડની હાલત અત્યંત ખરાબ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500