Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુપ્રીમ કોર્ટનાં 9 જજોની મોટી બેન્ચે મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે, સરકાર તમામ ખાનગી સંપત્તિનો ત્યાં સુધી ઉપયોગ ન કરી શકે જ્યાં સુધી જાહેરહિત જોડાયેલ ન હોય

  • November 05, 2024 

શું સરકાર બંધારણની કલમ 39 (બી) અંતગર્ત કોઇપણ વ્યક્તિ કે સમુદાયની અંગત સંપત્તિને સમાજના નામે પોતાના કંટ્રોલમાં લઇ શકે છે? આ મહત્વપૂર્ણ સવાલ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટના 9 જજોની મોટી બેન્ચે આજે મંગળવારે પોતાના મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે સરકાર તમામ ખાનગી સંપત્તિનો ત્યાં સુધી ઉપયોગ ન કરી શકે, જ્યાં સુધી જાહેરહિત જોડાયેલ ન હોય. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડે 9 જજોની બેન્ચના મામલે બહુમતથી પોતાના ચુકાદો સંભળાવ્યો હતો. બહુમતિ દ્વારા બેન્ચે પોતાના ચૂકાદામાં આ વ્યવસ્થા આપી છે કે તમામ ખાનગી માલિકીવાળા સંસાધનોને રાજ્ય દ્વારા હસ્તગત ન કરી શકાય, જોકે રાજ્ય તે સંસાધનો પર દાવો કરી શકે છે જો સાર્વજનિક હિત માટે છે અને સમુદાયની પાસે છે.


દેશની સૌથી મોટી કોર્ટે કહ્યું કે સરકારના પ્રાઇવેટ સંપત્તિ પર કબજો કરવાની વાતવાળો ચુકાદો વિશેષરૂપથી આર્થિક અને સમાજવાદી વિચારધારાથી પ્રેરિત હતો. મુખ્ય ન્યાયાધીશે 7 જજોની બહુમતિથી ચુકાદો લખતાં કહ્યું કે તમામ ખાનગી સંપત્તિઓ ભૌતિક સંસાધન ન હોઇ શકે, એટલા માટે સરકાર તરફથી તેના પર કબજો ન કરી શકાય. ચુકાદામાં એ પણ છૂટછાટ આપવામાં આવી છે કે તમામ પ્રાઇવેટ માલિકીના સંસાધનોને રાજ્ય દ્વારા કબજામાં લઇ શકાય નહી, રાજ્ય તે સંસાધનો પર દાવો કરી શકે છે, જે સાર્વજનિક હિત માટે છે અને સમુદાય પાસે છે. જોકે જસ્ટિસ બીવી નાગરત્ના મુખ્ય ન્યાયાધીશ સાથે થોડાકઅંશે અસહમત જોવા મળ્યા હતા જ્યારે જસ્ટિસ સુધાંશુ ધૂળિયા અસહમત હતા.


કોર્ટે બહુમતિથી જસ્ટિસ કૃષ્ણા અય્યરના ગત ચુકાદાને નકારી કાઢ્યો હતો. જસ્ટિસ અય્યરના ગત ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે તમામ ખાનગી માલિકીવાળા સંસાધનોને રાજ્ય દ્વારા હસ્તગત કરી શકાય. તેમાં કહેવામાં આવ્યું છે કે જૂનું શાસન એક વિશેષ આર્શિક અને સમાજવાદી વિચારધારાથી પ્રેરિત હતું. આ સાથે જ સુપ્રીમ કોર્ટે વર્ષ 1978 બાદ તે ચુકાદાને પલટી નાખ્યો જેમાં સમાજવાદી થીમને અપનાવી હતી અને ચુકાદાને સંભળાવવામાં આવ્યો હતો કે રાજ્ય ભલાઇ માટે તમામ ખાનગી સંપત્તિઓને પોતાના આધીન કરી શકે છે.


સીજેઆઇ ચંદ્રચૂડે કહ્યું કે કેટલાક ચુકાદા આ મામલે ખોટા છે કે વ્યક્તિના તમામ ખાનગી સંસાધન સમુદાયના ભૌતિક સંસાધન છે. કોર્ટની ભૂમિકા આર્થિક નીતિ નિર્ધારિત કરવાની નથી, પરંતુ આર્થિક લોકતંત્ર સ્થાપિત કરવાની સુવિધા પુરી પાડે છે. 9 જજોની સંવિધાન પીઠ જેમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ ઉપરાંત જસ્ટિસ ઋષિકેશ રોય, જસ્ટિસ સુધાંશુ ધૂળિયા, જસ્ટિસ જેબી પારડીવાલા, જસ્ટિસ બીવી નાગરત્ના, જસ્ટિસ રાજેશ બિંદલ, જસ્તિસ મનોજ મિશ્રા, જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ ઓગસ્ટીન જોર્જ મસીહે આ વર્ષે 23 એપ્રિલથી આ કેસને વિસ્તારપૂર્વક સાંભળ્યો. 5 દિવસની ચાલેલી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે એક મેના રોજ પોતાનો ચૂકાદો પેન્ડીંગ રાખ્યો હતો.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application