મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલના ચઢવાણ ગામના ટેકરી ફળિયામા વગર પાસ પરમિટે ઘરની આગળની ખુલ્લી પજારીમા જાહેરમા લાઈટના અજવાળામા ગોળ કુંડાળું બનાવી ગંજીપાનાનો પૈસાવતી હારજીતનો જુગાર રમતા નવ જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૨૦/૦૮/૨૦૨૪ના મોડી રાત્રે ઉચ્છલ પોલીસ સ્ટેશનના ગવાણ આઉટ પોસ્ટ વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પ્રોહી. તથા જુગાર અંગેની રેઈડમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ચઢવાણ ગામના ટેકરી ફળિયામાં રહેતા સુમનભાઈ ધર્માભાઈ વસાવા તેના ઘરની આગળની ખુલ્લી પજારીમા જાહેરમાં લાઈટના અજવાળામાં ગોળ કુંડાળું બનાવી ગંજીપાનાનો પૈસાવતી હારજીતનો જુગાર રમે છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ પહોંચતા ત્યાં ઘરની આગળની ખુલ્લી પજારીમા જાહેરમાં લાઈટના અજવાળામાં ગોળ કુંડાળું બનાવી ગંજીપાનાનો પૈસાવતી હારજીતનો જુગાર રમતા નવ જુગારીઓ ઝડપાયા હતા. આમ, પોલીસે જુગાર રમવાના સાધનો તેમજ અલગ-અલગ દરની ચલણી નોટો રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૩,૬૧૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી યોગેશભાઈ કોંકણીની ફરિયાદના આધારે ઝડપાયેલ તમામ જુગારીઓ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જુગાર રમતા ઝડપાયેલ નવ જુગારીઓ...
૧. સુમન ધર્માભાઈ વસાવ (રહે.ચઢવાણ ગામ, ટેકરી ફળિયું, તા.ઉચ્છલ),
૨.અનીલ જલમસિંગભાઈ વસાવા (રહે.સયાજી ગામ, પ્રતાપપુર ફળિયું, તા.ઉચ્છલ),
૩.દિલીપ ઢેગ્યાભાઈ વસાવા (રહે.સયાજી ગામ, પ્રતાપપુર ફળિયું, તા.ઉચ્છલ),
૪.કાર્તિક સુરેશભાઈ વસાવા (રહે.સયાજી ગામ, પ્રતાપપુર ફળિયું, તા.ઉચ્છલ),
૫.નરેશ જીવણભાઈ વસાવા (રહે.સયાજી ગામ, ટેકરા ફળિયું, તા.ઉચ્છલ),
૬.પ્રદીપ અરવિંદભાઈ વસાવા (રહે.સયાજી ગામ, ટેકરા ફળિયું, તા.ઉચ્છલ),
૭.સંદીપ મહેશભાઈ વસાવા (રહે.સયાજી ગામ, પ્રતાપનગર ફળિયું, તા.ઉચ્છલ),
૮.ગોપાલ કૃષ્ણભાઈ વસાવા (રહે.સયાજી ગામ, પ્રતાપનગર ફળિયું, તા.ઉચ્છલ) અને
૯.ઈનેશ દીત્યાભાઈ વસાવા (રહે.સયાજી ગામ, પ્રતાપનગર ફળિયું, તા.ઉચ્છલ).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500