અમદાવાદના નિકોલની પરિણીતાએ પોતાના પુત્ર સાથે નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો છે. આ વિશે જાણ થતાં તુરંત જ ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહને નદીમાંથી બહાર કાઢી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના રિવરફ્રન્ટમાં નિકોલની મહિલાએ પોતાના 3 વર્ષના દીકરા સાથે નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો છે. મહિલા પોતાના પુત્રને દુપટ્ટા સાથે બાંધીને નદીમાં પડી હતી.
આ વિશે જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી. ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ બંનેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતાં. પોલીસે સમગ્ર મામલે આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, પોલીસ તપાસમાં અત્યાર સુધી કોઈ સ્યુસાઇડ નોટ નથી મળી. પોલીસે સમગ્ર મામલે પરિવારજનો સાથે વાત કરી પરંતુ, પરિવાર તરફથી કોઈપણ એવી પ્રતિક્રિયા સામે નથી આવી, જેનાથી આપઘાતનું કારણ જાણી શકાય. આસપાસના લોકો સાથે વાતચીત દરમિયાન પોલીસનું અનુમાન છે કે, મહિલાએ કોઈ પારિવારિક કારણોસર આપઘાત કર્યો હોય શકે. હાલ પોલીસ દ્વારા મહિલા અને પુત્રના મૃતદેહને પોસ્ટ મોર્ટમ ખાતે મોકલવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500