સીએમની અધ્યક્ષતામાં મળેલી હાઈપાવર કમિટીની બેઠકમાં બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે મોડી સાંજે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યુ હતું કે, રાજકોટ, સુરત અને વડોદરામાં શનિવારે રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આગામી જાહેરાત ન થાય ત્યાં સુધી રાત્રી કરફ્યૂ અમલમાં રહેશે. આ બેઠકમાં કોરોનાની સ્થિતીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ તેમણે જણાવ્યુ હતું કે, આજે રાતે 9 વાગ્યાથી અમદાવાદમાં રાત્રિ કરફ્યૂ લાગી રહ્યુ છે. કરફ્યૂના અમલ અંગે પોલીસની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે.
અમદાવાદની સુરત વડોદરા અને રાજકોટમાં આગતોરા પગલા અને સાવચેતીના ભાગ રૂપે આ ત્રણેય શહેરોમાં કેસોમાં વધારો ન થયો હોવા છતાં દિવાળીના તહેવારોને લીધે વતન પરત આવી રહ્યા છે. લોકો બહાર ગયા હોય અને પરત આવે ત્યારે સંક્રમણ ન વધે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી.
ગુજરાતમાં નવરાત્રિથી દિવાળી સુધી તહેવારોનો માહોલ હોય છે. લોકો ફરવાના સ્થળે તેમજ ધાર્મિક સ્થાનોએ દર્શન કરવા જાય છે. લોકો બહાર નીકળ્યા હોય તેના કારણે 1 અઠવાડિયા સુધીજે સંક્રમણ વધવાની શક્યતા અગાઉથી રાજ્ય સરકારને હોઈ ખૂબજ ચૂસ્તતા પૂર્વક નિયંત્રણો રાખીને કેટલીક છૂટછાટોની માગણીઓને ધ્યાને ન લીધી અને મર્યાદિત છૂટ આપી આ સંક્રમણને રોકવામાં સફળતા મળી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500