પુણેમાં કોકેન, મેફેડ્રોન વેચતા નાયજિરિયન પતિ-પત્નિની પોલીસે ધરપકડ કરી તેમની પાસેથી અંદાજે રૂપિયા 1 કરોડ 31 લાખની કિંમતનું મેફેડ્રોન, કોકેન જપ્ત કરવામાં આવ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પુણેમાં બાણેરમાં રહેતા નાયજિરિયન પતિ-પત્ની નશીલા પદાર્થનું વેચાણ કરતા હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે કાર્યવાહી કરી ઉગુચુકુ ઇમ્યન્યુઅલ અને તેની પત્ની એનીબેલીની ધરપકડ કરી હતી.
જોકે તેમની પાસે 644 ગ્રામ મેફેડ્રોન, 201 ગ્રામ કોકેન, મોબાઇલ અને અન્ય સામગ્રી મળી હતી. પોલીસે એન.ડી.પી.એસ એકટ હેઠળ તેમની સામે કેસ દાખલ કર્યો છે. જયારે અગાઉ પુણેના કોંઢવા વિસ્તારમાં તાંજાનિયાના બે નાગરિકને પકડવામાં આવ્યા હતા. જેમાં 46 વર્ષીય અબ્દુલ્લા રામદાની અને 47 વર્ષીય રાજાબૂ હરેરે મેડિકલ વિઝા પર ભારતમાં આવ્યા હતા. તેઓ નશીલો પદાર્થ વેચતા હતા. અગાઉ અબ્દુલ્લા સામે મુંબઇ પોલીસમાં દાખલ હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500