Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આવતા વર્ષે દેશનાં અલગ-અલગ 56 શહેરોમાં G20ની 215 બેઠક યોજાશે

  • December 17, 2022 

ભારતે 1 ડિસેમ્બરે સત્તાવાર રીતે G20નું અધ્યક્ષપદ સંભાળ્યું. ભારત સરકાર કાર્યક્રમોમાં કોઈ કસર ન છોડવા માટે સતત તૈયારીઓમાં લાગેલી છે અને દેશનાં તમામ રાજ્યોમાંથી સહયોગ પણ મળી રહ્યો છે. બીજી તરફ, ભારતનાં G20 પ્રેસિડન્સીનાં મુખ્ય સંયોજક હર્ષવર્ધન શ્રુંગલાએ માહિતી આપી હતી કે, સિક્કિમ ઉત્તરપૂર્વમાં એકમાત્ર રાજ્ય હશે જે આવતા વર્ષે માર્ચમાં બે G20 બેઠકોનું આયોજન કરશે. હર્ષવર્ધન શ્રુંગલા વધુમાં જણાવ્યું કે, દેશનાં 56 શહેરોમાં વિવિધ G20 જૂથોની 215 બેઠકો યોજાશે.



જેમાંથી બે બેઠકો સિક્કિમમાં યોજાશે. સિક્કિમમાં પ્રથમ બિઝનેસ મીટિંગ 16 માર્ચે અને બીજી બે દિવસ પછી યોજાશે. તેમણે કહ્યું કે સિક્કિમ એક હિમાલયી રાજ્ય છે અને તેમાં પ્રાકૃતિક સૌંદર્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રહેઠાણની સુવિધાઓને ધ્યાનમાં રાખીને G20ની બિઝનેસ અને સ્ટાર્ટ-અપ મીટિંગનું આયોજન કરવા માટે તેને પસંદ કરવામાં આવ્યું છે. સિક્કિમમાં યોજાનારી બંને બેઠકોમાં G20 દેશોનાં લગભગ 80 પ્રતિનિધિઓ ભાગ લેશે.




શ્રુંગલા સિક્કિમની એક દિવસીય મુલાકાતે હતા, જે દરમિયાન તેમણે રાજ્યમાં યોજાનારી G20 બેઠકોની તૈયારીઓ અંગે મુખ્ય સચિવ વીબી પાઠક સહિત રાજ્ય સરકારનાં વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં હાજરી આપી હતી. તેમણે અધિકારીઓ સાથે આવાસ, સુરક્ષા, સભા સ્થળ, પરિવહન, સાંસ્કૃતિક કાર્યક્રમોને લગતી ઘોંઘાટ વિશે ચર્ચા કરી અને કાર્યક્રમોને સફળ બનાવવા માટે રાજ્ય સરકારનો સહકાર માંગ્યો. દરમિયાન મુખ્ય સચિવ વીબી પાઠકે તેમને ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર સિક્કિમમાં યોજાનારી G-20 બેઠકને યાદગાર બનાવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application