વર્ષ-2005 બેચનાં IAS અધિકારી રણજિતની પત્નીએ ગાંધીનગરમાં ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં IAS અધિકારીની પત્નીને ગંભીર હાલતમાં ગાંધીનગર સ્થિત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઝેરી દવાની વધુ અસર થતાં તેમને ઈમરજન્સી હેઠળ દાખલ કરી સિવિલના આઇસીયુ વોર્ડમાં ખસેડવામાં આવ્યાં હતા.
હાલમાં તે આઇસીયુમાં સારવાર હેઠળ હતા. મળતી માહિતી પ્રમાણે, આ ઘટના બાદ અધિકારીએ કહ્યું કે, 2023થી મારી પત્ની મારી સાથે રહેતી નથી. જોકે 8 મહિનાથી વધુ સમયથી ગુજરાતમાં હાજર નથી. તેવામાં મે છૂટાછેડા માટે અરજી કરી હતી. આમ અમારા બાળકો હાલ મારી સાથે રહે છે. સિનિયર IAS અધિકારી રણજિતની પત્નીએ ઝેરી દવા પીવાથી હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે, ત્યારે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટએ જણાવ્યું હતું કે, 'હું એટલું જ કહી શકું છું કે દર્દીની સ્થિતિ સ્થિર છે.'
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500