નવસારી જિલ્લામાં શનિવારે વહેલી સવારે ગોઝારો અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં વર્ષનો છેલ્લો દિવસ 9 લોકો માટે જીંદગીનો છેલ્લો દિવસ બની ગયો હતો. વલસાડથી ભરૂચ જતી ફોર્ચ્યુંનરના ચાલકને ઝોકુ આવી જતા કાર ડીવાઈડર કુદી ગઈ હતી અને અમદાવાદના પ્રમુખસ્વામી નગરમાંથી પરત ફરી રહેલી બસ સાથે જોરદાર રીતે અથડાઈ હતી.
જેથી બસના ચાલકને હાર્ટ એટેક આવી ગયો હતો. આ અકસ્માતમાં ફોર્ચ્યુંનરમાં સવાર 9 પૈકી 8 લોકોના તેમજ બસના ડ્રાઈવરનું મોત થતા કુલ 9 લોકોના મોત થયા હતા. જ્યારે 30 જેટલા લોકોને ઈજા પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. વહીવટી તંત્રના અંદાજ મુજબ વહેલી સવારે ઝડપે દોડતી ફોર્ચ્યુનર કારના ચાલકને ઝોકું આવી ગયું હોઈ શકે છે,
જેને કારણે અમદાવાદ તરફ જતા ટ્રેક પરથી કાર સીધી મુંબઈ તરફ ડિવાઈડર કૂદી જતી રહી હતી. એને કારણે અમદાવાદથી આવી રહેલી લક્ઝરી બસ સાથે એ અથડાઈ હતી, જેથી અકસ્માત સર્જાયો હતો. એને કારણે ફોર્ચ્યુનરમાં સવાર 9નાં મોત નીપજ્યાં હતાં અને અન્ય એકને મલ્ટીપલ ફ્રેક્ચર થયું હોવાથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે લક્ઝરી બસ સાથે કાર અથડાતાં દરમિયાન બસના ડ્રાયવરને પણ હાર્ટ-એટેક આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500