વાપી GIDC થર્ડે ફેસ સ્થિત સુપ્રિત કેમિકલ્સ કંપનીમાં શુક્રવારે સવારે 6થી 7 વાગ્યા વચ્ચે અચાનક બ્લાસ્ટ થયા બાદ આગ લાગતા કામદારોમાં અફરાતફરી મચી હતી. આગની જાણકારી ફાયર વિભાગને કરતા તાત્કાલિક સ્થળ ઉપર આવી આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. જે મોડી રાત સુધી ચાલ્યા હતાં. તે દરમિયાન કંપનીમાં કામ કરતા ત્રણેક કામદાર ઘરે પહોંચ્યા ના હોવાની વિગતો મળી હતી. જેથી કંપનીમાં તપાસ કરતા કર્મચારી મોહમ્મદ અસલમ મોહમ્મદ વાહીદ ઉ.વ.39 રહે.કોચરવા વિજયભાઇની ચાલીમાં મુળ યુપી, રાજુ લક્ષ્મણ પ્રસાદ પ્રજાપતિ ઉ.વ.26 રહે.કરવડ અલ્પેશભાઇની ચાલીમાં મુળ એમપી અને અનીલ ફોજદારી પ્રસાદ જયસ્વાલ ઉ.વ.45 રહે.કોચરવા કોળીવાડ ગંગાભાઇની ચાલીમાં મુળ બિહારના અર્ધ સળગેલા મૃતદેહો મળી આવતા અરેરાટી ફેલાઈ હતી.
ઘટના અંગે GIDC પોલીસે કંપનીમાંથી ત્રણેય કામદારોની અર્ધ સળગેલી હાલતમાં મળેલા મૃતદેહોને PM માટે મોકલ્યા હતા. પોલીસે શનિવારે તમામના મૃતદેહને ચલા CHC ખાતે લઇ આવી ત્યારે, મામલતદારની હાજરીમાં પોસ્ટમાર્ટમ કરવાની તજવીજ હાથ ધરાઇ હતી.GIDC પોલીસે આ કેસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી છે કે કેમ તે અંગે સ્થળ મુલાકાત લેવા નોટીફાઇડ, DGVCL કંપનીને જાણ કરી છે. જ્યારે મૃતક ત્રણેય કામદારના કરુણ મોત બાદ તેમના પરિવારને વળતર ચૂકવી ઇન્શ્યુરન્સના રૂપિયા માટે કંપની મદદરૂપ થઇ રહી હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application