સોનગઢના દોણ ગામે પાસે પુરપાટ ઝડપે દોડતી એક કારના ચાલકે એક બાઈકને પાછળથી ટક્કર મારતા બે યુવકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા, જોકે સમગ્ર મામલે સોનગઢ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના દોણ ગામ પાસે મંગળવાર નારોજ રાત્રીના સમયે કારના ચાલકે પોતાની કબજાની કાર નંબર જીજે/૦૫/જેપી/૦૬૯૦ ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ આવી બાઈક નંબર જીજે/૨૬/જે/૯૮૯૬ ને પાછળથી ટક્કર મારતા બાઈક પર સવાર દીપકભાઈ જમાભાઈ ગામીત અને વિજયભાઈ રમેશભાઈ ગામીત બંને રહે,અમલગુંડી ગામ-સોનગઢ નાઓને શરીરે ગંભીર ઈજાઓ પહોચતા સ્થળ પર જ મોત નિપજ્યા હતા. બનાવ અંગે રમેશભાઈ ભિલાભાઈ ગામીત રહે, અમલગુંડી ગામ-સોનગઢ નાઓની ફરિયાદના આધારે કાર ચાલકે વિરુદ્ધ સોનગઢ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application