તાપી જિલ્લા માં છેલ્લા ત્રણ મહિના કાળ સમાન સાબિય થયા હતા જેમાં દિવસે ને દિવસે કોરોના કૂદકે ને ભૂસકે વધી રહ્યો હતો.ત્યારે સમગ્ર જિલ્લામાં બજારો સ્વૈચ્છિક પણે બંધ કરવાની ફરજ પડી જતી જે બાદમાં જિલ્લા માં છેલ્લા વિસ દિવસ થી કોરોના કેસો માં ઘટાડો નોંધાતો રહ્યો છે.
આજે વ્યારાના કપુરામાં ૩૧ વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. તાપી જિલ્લામાં માત્ર ૧ કેસ નોંધાતા તંત્ર અને નાગરિકો એ પણ હાશકારો અનુભવ્યો હતો.જિલ્લામાંથી આજે કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના ૯૮૩ સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમજ વધુ ૧ દર્દીએ કોરોનાને મ્હાત આપતા રજા આપવામાં આવી હતી. જિલ્લામાં હવે માત્ર ૮ એક્ટિવ છે.
જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવના કુલ ૩૮૭૬ કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ ૩૭૪૩ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૫ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૦ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૨૫ દર્દીઓના મોત નિપજ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500