અવકાશમાં જુન મહિનાથી અટવાયેલી નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સની નવી તસવીરો સામે આવી છે. જેને પૂરી દુનિયામાં હલચલ મચાવી દીધી છે. તસવીરોમાં તેનું વજન ઘણું ઓછું થઈ ગયું છે તેવું દેખાઈ રહ્યું છે. જેને લઈને હવે નાસામાં પણ ગભરાટનો માહોલ છે. અને ત્યાંના એક કર્મચારીએ કહ્યું છે કે, જ્યારે મેં આ તસવીર જોઈ ત્યારે હું ચોંકી ગયો હતો. નાસા સુનીતાના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યું છે. સુનીતા અને વિલ્મોર બૂચ જૂનના પહેલા અઠવાડિયામાં આઠ દિવસ માટે અવકાશમાં આવેલા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ગયા હતા. પરંતુ બોઇંગ સ્ટારલાઇનરમાં ટેકનિકલ સમસ્યા સર્જાતાં બંનેને ત્યાં 150 દિવસથી વધુ સમય રોકાવું પડ્યું હતું. બંને અવકાશયાત્રીઓ આવતા વર્ષે ફેબ્રુઆરી 2025માં જ પૃથ્વી પર પરત ફરી શકશે.
નાસાના વૈજ્ઞાનિકોએ સુનીતા વિલિયમ્સની બગડતી તબિયતને લઈને કહ્યું હતું કે, 'સુનીતા વિલિયમ્સનું વજન ઘણું ઘટી ગયું છે. તેના શરીર પર હાડકાંઓ દેખાવા માંડ્યા છે. હવે અમારી પ્રાથમિકતા તેના વજનને સ્થિર કરવાની છે. અને અમને આશા છે કે આ પરિસ્થિતિ પણ બદલાઈ જશે. આ એક ચિંતાનો વિષય છે અને અમે દરેક તેને ગંભીરતાથી લઈ રહ્યા છીએ.' અહીં તમને જણાવી દઈએ કે, સુનીતાએ લગભગ 140 પાઉન્ડના વજન સાથે પોતાની અંતરિક્ષ યાત્રા શરૂ કરી હતી. પરંતુ જેમ જેમ સફર આગળ વધતી ગઈ તેમ તેણે પોતાનું વજન જાળવવા માટે જરૂરી ઉચ્ચ કેલરીનો ખોરાક લેવામાં તેની મુશ્કેલી પડી રહી છે. સુનીતાના વજનને લઈને નાસાના કર્મચારીએ જણાવ્યું હતું કે, 'સુનીતાને પોતાનું વર્તમાન વજન જાળવી રાખવા માટે દરરોજ લગભગ 3500 થી 4000 કેલરીનો ખોરાક ખાવાની જરૂર છે.
પરંતુ જો તેનાથી કેલરીથી વજન ઝડપથી ઘટે છે. અને સમસ્યા વધુ વિકટ બનતી જાય છે, કારણ કે અવકાશયાત્રીઓને અવકાશમાં તેમના સ્નાયુઓ અને હાડકાંને મજબૂત રાખવા માટે દરરોજ બે કલાકથી વધુ સમય સુધી કસરત કરવી પડે છે. જે વધારાની કેલરી બર્ન કરી દે છે.' સુનીતા વિલિયમ્સની તસવીરો વાઈરલ થયાના એક મહિના પહેલાથી જ નાસાના ડૉક્ટરોએ તેના વજન પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું હતું. એક સ્ટડી અનુસાર, મહિલા અવકાશયાત્રીઓ ખાસ કરીને અવકાશ યાત્રા દરમિયાન મેટાબોલીઝમમાં થતા ફેરફારને કારણે તેમના પુરૂષ સમકક્ષો કરતાં વધુ ઝડપથી માંસપેશીઓને નુકસાન થાય છે. નાસાના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, વધુ ઊંચાઈ પર કુદરતી તણાવને કારણે સુનીતામાં આ લક્ષણો દેખાઈ રહ્યા હતા. નાસાના તમામ અવકાશયાત્રીઓની ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર નિયમિતપણે તબીબી તપાસ કરવામાં આવે છે. તેમની દેખરેખ રાખવા માટે તેમની સાથે એક ફ્લાઇટ સર્જન હોય છે. અને તેમની તબિયત પણ હાલમાં સારી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500