મનપા દ્વારા રૂ.૧.૩૯ કરોડના ખર્ચે ઉગત-ભેંસાણ રોડ ખાતે કવિશ્રી સ્નેહ રશ્મિ બોટનિકલ ગાર્ડનમાં 'અર્બન હોર્ટીકલ્ચર સેન્ટર'- ટેરેસ ગાર્ડન બનાવવામાં આવ્યું છે. સુરત શહેરના નાગરિકોને વિવિધ જાતના રોપાઓ વ્યાજબી ભાવે મળી રહે તથા બાગબગીચાને લગતી સાધનસામગ્રી, દવા, બિયારણ, દવા, ખાતર વગેરેની તમામ માહિતી મળી રહે તે હેતુથી ટેરેસ ગાર્ડનનું નિર્માણ કરાયું છે.
આ ઉપરાંત, શહેરીજનોને પોતાના ઘરને અગાસી, ખાનગી બિલ્ડીંગોના ટેરેસ પર ટેરેસ ગાર્ડન બનાવવા માટે પ્રોત્સાહિત કરવા ઉપરાંત ગાર્ડન પ્લાન્ટેશન, સિનીયર સિટીઝન ગાર્ડન, શાંતિકુંજ, હોર્ટીકલ્ચર ફેર, વર્ટીકલ ગાર્ડન, રોપાઓનો ઉછેર તેમજ ગાર્ડન બનાવવા જેવી વિવિધ પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓની માહિતી મળી રહેશે
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500