આગામી સમયમાં નુતન વર્ષ તથા અન્ય તહેવારોની ઉજવણી થનાર છે. આ તમામ તહેવારોને અનુલક્ષીને તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા જાહેર સુલેહશાંતિ અને સલામતિ જળવાઇ રહે એ માટે જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વઢવાણિયાએ જાહેરનામું બહાર પાડી નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામા અનુસાર નુતન વર્ષ નિમિતે સ્નેહ મિલન કાર્યક્ર્મોનું આયોજન કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે SOPને આધિન, ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ 50 ટકાની ક્ષમતામાં ચાલુ રહેશે. સિનેમા થિયેટરો 100 ટકાની ક્ષમતામાં ચાલુ રહેશે. કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે SOPને આધિન, ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં છઠ્ઠ પૂજાના ધાર્મિક કાર્યક્ર્મોનું આયોજન કરી શકશે. સ્પા સેન્ટરો નિયત કોરોના ગાઈડલાઈનનું પાલન સાથે સવારે 9 થી રાત્રીના 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. સ્પા સેન્ટરના માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત રહેશે. જે વ્યક્તિઓના RTPCR ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં RTPCR ટેસ્ટ પોઝીટીવ આવ્યાના 14 દિવસથી હોસ્પિટલની Discharge Summaryની તારીખથી 90 દિવસ પૂર્ણ થયા બાદ તુરંત જ વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. પ્રથમ ડોઝ લીધાને નિયત સમય મર્યાદા પૂર્ણ થયેલ હોય તો બીજો ડોઝ પણ લીધેલ હોય તે હિતવહ છે.
આ જાહેરનામું તા.30/11/2021 સુધી અમલમાં રહેશે. આ સમય દરમ્યાન ભારત સરકાર તથા ગુજરાત સરકાર ઘ્વારા પ્રસિઘ્ઘ કરવામાં આવતી તમામ સુચનાઓ તથા તે અંતર્ગત બહાર પાડવામાં આવતી તમામ S.O.P.ની ચુસ્ત૫ણે અમલવારી કરવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ધ એપેડેમિક ડિસીઝ એક્ટ 1897 અન્વયે ધ ગુજરાત એપેડિમિક ડિસીઝ કોવિડ-19 રેગ્યુલેશન 2020ની જોગવાઈઓ, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-135 અને 139 મુજબ તથા ઈ.પી.કો. કલમ-188 મુજબ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-51 થી 60ની જોગવાઈઓ મુજબ સજાને પાત્ર થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500