Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યાજના દૂષણને દુર કરવા પોલીસનો નવતર પ્રયોગ વ્યાંજકવાદ અંગે લોક દરબારનું આયોજન

  • January 09, 2023 

રાજ્યમાં વ્યાજના દૂષણને ડામવા માટે ગૃહ વિભાગ દ્વારા શરૂ કરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ અને અધ્યક્ષ સ્થાને તા.10/01/2023ના રોજ શહેર પોલીસ દ્વારા વ્યાજંકવાદની બદી નાબુદ કરવા લોકદરબારનું આયોજન કરેલું છે.



અધિક પોલીસ કમિશ્નર સૌરભ તૌલંબીયા, નાયબ પોલીસ કમિશ્નર સુધીરકુમાર દેસાઇ ઝોન-2, નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ, નાયબ પોલીસ કમિશ્નર સજ્જનસિંહ પરમાર ઝોન-1, નાયબ પોલીસ કમિશ્નર (ટ્રાફીક) પુજા યાદવ તેમજ રાજકોટ શહેરના તમામ મદદનીશ પોલીસ કમિશ્નરો તથા તમામ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરો હાજર રહેશે. જે લોકદરબાર આગામી તા.10/01/2023 ના રોજ કલાક 11/00 વાગ્યા થી બપોરના કલાક 1 વાગ્યા સુધી હેમુ ગઢવી હોલ ખાતે રાખવામાં આવનાર છે.


લોકદરબાર દરમ્યાન જે-તે પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ દ્વારા અરજદારની અરજીઓ પણ હેમુ ગઢવી હોલ ખાતે જ સ્વીકરાવામાં આવશે. લોકદરબારમાં વ્યાજંકવાદને લગતી સમસ્યાઓનું નિરાકરણ તેમજ આ બદીથી મુકત કરવા અને વ્યાજંકવાદ સંપુર્ણ નાબુદ કરવાના હેતુસર આયોજન કરવામાં આવેલું છે. આ લોકદરબારમાં શહેરમાં રહેતા ઘણા નાગરીકો આર્થિક તંગીના કારણે ગેરકાયદે વ્યાજ વટાવનો વ્યવસાય કરતા ઇસમો પાસેથી વ્યાજે રૂપિયા લેતા હોય છે.


 જે આવી ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર ઇસમો ઉંચા વ્યાજે રૂપિયા આપતા હોય છે અને બાદ ભોગ બનનાર વ્યક્તિ તે ઉંચુ વ્યાજ ચુકવતો રહે છે. જેમાં મુદલ રકમ કરતા ઘણી બધી વધુ રકમ ચુકવવા છતા આવી પ્રવૃતિ આચરનાર ઇસમો દ્વારા ભોગ બનનાર વ્યકિત પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે અને જેના પરીણામે ભોગબનનાર તથા તેના કુટુંબીજનોની પાયમાલી સર્જાતી હોય છે.


 જે એક વ્યક્તિને નહીં પરંતુ એક પુરા કુટુંબને અસર કરતા રહે છે. આવી ગેરકાયદે પ્રવૃતી સદંતર બંધ કરાવવા શહેર પોલીસ દ્વારા વ્યાજંકવાદ અંગે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાજંકવાદને લગતી કોઇ પણ પ્રકારની તકલીફો કે ફરીયાદ હોય તો સીધા આ લોકદરબારમાં નિર્ભયપણે ભાગ લઇ પોતાની રજુઆત કરી શકશે તેમજ અગાઉ શહેરના પોલીસ સ્ટેશનમાં અથવા પોલીસ કમિશ્નરની કચેરીએ અરજી કરેલી હોય અને તેમાં પોલીસે કરેલી કાર્યવાહીથી સંતુષ્ટ ન હોય તેવા નાગરીકો પણ લોકદરબારમાં નિર્ભયપણે ભાગ લઇ પોતાની રજુઆત કરી શકશે અને શહેરના નાગરિકોની કોઇ પણ ફરીયાદ અરજીનો સ્થળ પર નિરાકરણ કરી અને તેઓને ન્યાય અપાવવા માટે શહેર પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે. જેથી આ લોકદરબારમાં ભાગ લેવા માટે શહેરના નાગરીકોને પોલીસ કમિશ્નર દ્વારા અપીલ કરવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application