Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

New Year Eves Google Doodle : 2021ને કર્યુ અલવિદા, Googleએ બનાવ્યુ શાનદાર Doodle

  • December 31, 2021 

ગૂગલે આજે ન્યુ યર ઈવના અવસરે એક ડૂડલ બનાવ્યુ છે. આજે વર્ષ-2021ને છેલ્લો દિવસ છે. આ ડૂડલને રાતે 12 વાગ્યાથી લાઈવ કરી દેવાયુ છે. આમાં કેન્ડી, જેકલાઈટ્સ વગેરે બતાવવામાં આવ્યુ છે. ગૂગલે પોતાના નવા ડૂડલમાં 2021 કેપ્શનવાળી એક કેન્ડી બતાવી છે. નવુ વર્ષ -2022નુ સ્વાગત કરવા માટે 31 ડિસેમ્બરે રાતે 12 વાગતા જ પોપ કરવા માટે તૈયારી બતાવાઈ રહી છે.

ડૂડલ પર ક્લિક કરવાથી શું મળશે

જ્યારે આપ આ ડૂડલ પર ક્લિક કરશો તો આપની સામે એક પેજ ઓપન થઈ જશે. જેમાં ન્યુ યર ડૂડલ સાથે સંબંધિત તમામ જાણકારી હાજર હશે. સાથે જ કલરફુલ પેપરના ટુકડા ઉપરથી નીચે પડતા જોવા મળશે. સાથે જ રાઈટ સાઈડમાં આપવામાં આવેલા બોક્સમાં એક કોનનુ એનિમેશન બનાવાયુ છે. જેવુ જ તમે આની પર ક્લિક કરશો તો આ ફટાકડાની જેમ ફૂટી જશે અને એક અવાજ પણ આવશે. જેમાંથી કલરફુલ પેપરના ટુકડા નીકળતા જોવા મળશે. ડૂડલમાં ગૂગલના Gએ પાર્ટીની ટોપી પહેરી છે. આ 2021ને અલવિદા કહેવા માટે બિલ્કુલ તૈયાર છે. ગૂગલ ડૂડલ પેજ પર લખ્યુ છે કે આ 2021 માટે એક રેપ છે-નવા વર્ષની શુભકામનાઓ!ગ્રેગોરિયન કેલેન્ડરમાં 31 ડિસેમ્બરને દુનિયાભરમાં નવા વર્ષની પૂર્વ સંધ્યા તરીકે મનાવવામાં આવે છે. સમગ્ર દુનિયામાં અરબો લોકો સાંજે પાર્ટીઓ, સમારોહ અને આતિશબાજી કરે છે. સાથે જ રાતે 12 વાગવાની રાહ જોઈ રહ્યા છે. કેટલાક લોકો ન્યુ યર રેજોલ્યૂશન પણ લે છે. ત્યાં કેટલાક લોકો પોતાના જીવનનુ લક્ષ્ય સુનિશ્ચિત કરે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application