ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટનામાં લગભગ 141 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે,જ્યારે ઘણા લોકો હજુ પણ લાપતા છે. તેમને શોધવા માટે રાહત કાર્ય ચાલી રહ્યું છે. ગુમ થયેલા લોકોને શોધવામાં પોલીસ ઉપરાંત NDRF, નેવીના જવાનો પણ જોડાયા છે. દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. આ સિવાય તેમણે રાજ્યમાં પાર્ટી કાર્યકર્તાઓને બચાવ કાર્યમાં શક્ય તમામ મદદ કરવા અપીલ કરી છે.
શું કહ્યું કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ
આ અકસ્માત અંગે ખડગેએ ટ્વીટ કરીને લખ્યું,'ગુજરાતના મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાથી થયેલી દુર્ઘટનાથી ખૂબ જ દુઃખ થયું છે. હું કાર્યકર્તાઓને બચાવ કાર્યમાં શક્ય તમામ મદદ કરવા અને ઘાયલોની મદદ કરવા અપીલ કરું છું. મારી સંવેદના અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારો સાથે છે.
'રાહુલ ગાંધીએ કાર્યકરોને કરી આ અપીલ
આ સાથે જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ કહ્યું કે પુલ તૂટી પડવાના સમાચાર ખૂબ જ દુઃખદ છે. તેમણે ટ્વીટ કર્યું,'મોરબીમાં બ્રિજ દુર્ઘટનાના સમાચાર ખૂબ જ દુઃખદ છે. હું આવા મુશ્કેલ સમયમાં તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓને દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને શક્ય તમામ મદદ કરવા અને ગુમ થયેલા લોકોની શોધમાં મદદ કરવા અપીલ કરું છું.
'અપીલ બાદ બચાવકાર્યમાં લાગી ગયા કોંગ્રેસના કાર્યકરો
રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અપીલ બાદ તરત જ કોંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સ્થળ પર એકઠા થઈ ગયા હતા. આ પછી બધા રાહત કાર્યમાં લાગી ગયા. પોલીસ, NDRF અને નેવીના જવાનો મોડી રાત સુધી ઘટનાસ્થળે રાહત કાર્યમાં લાગેલા હતા. આ સંદર્ભમાં કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર કેટલાક ફોટો શેર કરતા જણાવ્યું છે કે કેવી રીતે કોંગ્રેસના કાર્યકરો લોકોને નદીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે પૂરા દિલથી કામ કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500