નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ મોટા બદલાવ કરવામાં આવ્યા છે.ત્યારે તે અંતર્ગત સ્કૂલોમાં 67 વોકેશનલ કોર્સીસ શરુ કરવામાં આવશે. ધોરણ9 ના વિદ્યાર્થીઓને વિવિધ ટ્રેડના 67 વિવિધ કૌશલ્ય શીખવતા વિષયો શીખવવામાં આવશે. 2023માં રાજ્યની તમામ સરકારી અને માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આ કોર્સીસ ભણાવવામાં આવશે. 2024થી તમામ ખાનગી શાળાઓમાં આ નવા વિષયો વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે.
શૈક્ષણિક વર્ષ 2023થી રાજ્યના તમામ જિલ્લાઓમાં તમામ સરકારી,મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9માં 67 વ્યાવસાયિક વિષયો ભણાવવામાં આવશે. 13થી વધુ કૌશલ્ય ક્ષેત્રના 67 વિષયોની યાદી તૈયાર કરવામાં આવી છે,જેમાંથી જે શાળા તેની ભૌતિક સુવિધાઓ અને વિદ્યાર્થીઓની સંખ્યા અનુસાર વિષય ભણાવવા માંગતી હોય તેણે 18 જાન્યુઆરી સુધીમાં ડીઈઓને દરખાસ્ત કરવાની રહેશે.
જો કે,હાલમાં દરેક ડીઈઓ ધોરણ 9 માં વ્યાવસાયિક વિષય દાખલ કરવા માટે સરકારી અને અનુદાનિત શાળાઓ પાસેથી દરખાસ્તો મંગાવી છે. જે શાળાઓમાં ધોરણ 9માં 40 કે તેથી વધુ વિદ્યાર્થીઓ હોય તેમણે વિવિધ વ્યાવસાયિક વિષયોની પસંદગી કરવી પડશે અને દરખાસ્તો કરવી પડશે. તમામ DEO કચેરીઓએ અરજીઓની ચકાસણી કરીને 20 જાન્યુઆરી સુધીમાં રાજ્યના પ્રોજેક્ટ ડાયરેક્ટરની ઓફિસમાં મોકલી આપવાની રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500