ભરૂચ જિલ્લામાં લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો જિલ્લામાં ઠાલવાય તે પહેલા જ મુદ્દામાલ સાથે પાંચ ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે સ્થાનિક પોલીસના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે નેત્રંગ ચાર રસ્તા વિસ્તારમાં એક કાર નંબર GJ/15/CH/8415ને રોકી તેમાં તપાસ હાથ ધરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, તો બીજી તરફ ડેડીયાપાડાથી નેત્રંગ તરફ આવી રહેલા સ્કોડા કાર નંબર MH/04/EH/5150ને થવા ચેક પોસ્ટ ઉપર રોકી તેમાં પણ તપાસ હાથ ધરતા ભારતીય બનાવટની નાની મોટી દારૂની બોટલ તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા.
જોકે નેત્રંગ પોલીસે આ મામલે મિતેષ ઉર્ફે કાલુ ઈશ્વરભાઈ વસાવા (રહે.નાના કરાળા,શિનોર,વડોદરા), માસુમ ઉર્ફે બિલ્લો વસાયા (રહે.ખોજા સોસાયટી, વલસાડ), આસીફ ઉર્ફે કોન્ડુ લાખાણી (રહે.ખોજા સોસાયટી, વલસાડ) તેમજ અન્ય કારમાંથી ઝડપાયેલ દારૂમાં પિયુષ દિલીપભાઈ શિવલાલજી (રહે.ઉદયપુર, રાજસ્થાન), પરમજીત સિંઘ રાઠોડ (રહે.શ્રીનાથ કોલોની, ઉદયપુર, રાજસ્થાન) નાઓને ઝડપી પાડ્યા હતા તેમજ મામલે દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર ઈસમોને વોન્ટેડ જાહેર કરાયા હતા. આમ, નેત્રંગ પોલીસે ઝડપાયેલ ઈસમો પાસેથી વિદેશી દારૂનો જથ્થો સહિત ફોર વ્હીલ કાર મળી કુલ 37,74,720/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધારી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500