Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

30 ભેંસો ભરેલ 2 આઈસર ટેમ્પા ઝડપાયા

  • January 21, 2021 

નેત્રંગ પોલીસ એ કતલખાને લઈ જવાતી 30 ભેંસો ભરેલ 2 આઈસર ટેમ્પો પકડી પાડ્યો હતો.

 

 

નેત્રંગ પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પી.એસ.આઈ. એન.જી.પાંચાણી અને તેમનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન અંકલેશ્વર તરફથી 2 આઈસર ટેમ્પા નંબર જીજે/16/એવી/7348 અને જીજે/06/બીટી/6111 ગેરકાયદેસર રીતે પશુઓને ભરી દેડીયાપાડા તરફ જાય છે, આ અંગેની બાતમી મળતા નેત્રંગ ચાર રસ્તા ઉપર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી બંને આઈસર ટેમ્પોને પકડી પાડી તપાસ હાથ ધરતા કુલ 30 ભેંસો દોરડા વડે ખીચોખીચ બાંધેલ હતા અને ભેંસો માટે કોઈ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા પણ ન મળી હતી.

 

 

જેમાં કુલ 30 ભેંસો જેની કીંમત રૂપિયા 3 લાખ તથા 2 આઈસર ટેમ્પો જેની કીંમત રૂપિયા 6 લાખ આમ કુલ મળી રૂપિયા 9 લાખનો મુદ્દમાલ જપ્ત કરી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

 

 

ચારેય આરોપીઓનાં નામ, (1) ઈમરાન ઈસકલી(ઉ.વ.31, રહે.મેસરાદ,તા.કરજણ), (2) સલીમ ઈસ્માઈલ સિંધી(ઉ.વ.34, રહે.વલણ,તા.કરજણ), (3) મુસ્તાક ચંચિતનશા દીવાન(ઉ.વ.42, રહે.હલદરા,તા.કરજણ), અને (4) ફારુક રસુલ ગરાસીયાઉ(ઉ.વ.32, રહે.વલણ, તા.કરજણ, જી.વડોદરા)(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application